નવીદિલ્હી
ભારતમાં ટિ્વટર બ્લૂની શરૂઆત થઇ જવા જઇ રહી છે. સમાચાર છે કે પ્લેટફોર્મ ભારતીય યૂઝર્સ પાસેથી તેના માટે દર મહિને ૭૧૯ રૂપિયા વસૂલી શકે છે. જાેકે સત્તાવાર કિંમતની જાહેરાત થઇ નથી. પરંતુ કેટલાક યૂઝર્સ પાસે સબ્સક્રિપ્શન માટે મેસેજ આવવા લાગ્યા છે. કંપનીએ બુધવારે અમેરિકા, બ્રિટન અને કેટલાક અન્ય દેશોમાં ટિ્વટર બ્લૂની શરૂઆત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કેટલાક યૂઝર્સને ટિ્વટર બ્લૂને સબ્સક્રાઇબ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ સેવા ભારતમાં પુરી રીતે ઉપલબ્ધ થઇ શકે છે. સમાચાર છે કે અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોમાં આ સર્વિસ માટે ૭.૯૯ ડોલર વસૂલવામાં આવી રહ્યા છે. ભારતમાં આ સુવિધા સૌથી પહેલાં આઇફોન યૂઝર્સને મળશે. શું છે ટિ્વટર બ્લૂ? તે જાણી લેજાે… ટિ્વટર બ્લૂના અંતગર્ત યૂઝર્સને કોઇપણ જાતના વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થયા વિના બેજ મળી જાય છે. કંપનીના માલિક એલન મસ્કે પણ તાજેતરમાં કહ્યું હતું કે ટિ્વટર બ્લૂ યૂઝર્સને પ્લેટફોર્મ પર પ્રાથમિકતા મળશે. ખાસ વાત છે કે આ સર્વિસને લઇને મામલો વિવાદાસ્પદ જ રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે ટિ્વટર તમામ યૂઝર્સને વેરિફિકેશન બેજ આપવામાં આવી રહ્યો છે, જે સુવિધાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ટિ્વટર બ્લૂને લઇને મસ્કે પહેલાં કહ્યું હતું કે અમેરિકાની બહાર સેવા શુલ્ક દેશની ખરીદીની ક્ષમતાના આધારે નક્કી થશે. તેની સાથે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારતમાં તેની કિંમત ૭.૯૯ ડોલરથી ઓછી રહી શકે છે. જાેકે કેટલાક ભારતીય યૂઝર્સને મળી રહેલા પ્રોમ્પ્ટનું માની તો મામલો વિપરિત જાેવા મળે છે અને યૂઝર્સને ૭૧૯ રૂપિયા દર મહિને ચૂકવવા પડી શકે છે. ભાષાના અનુસાર ભારતમાં સોશિયલ મીડિયા મંચ ‘કૂ’વેરિફિકેશન બેજ માટે કોઇ ચાર્જ લાગશે નહી. કંપનીના સહ સંસ્થાપક અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણએ આ વાત કહી. તેમણે સાથે જ ટિ્વટરને પહેલાં બોટ્સ બનાવવા અને હવે વેરિફિકેશન માટે ઉપયોગકર્તાઓ પાસેથી ચાર્જ લેવા પર આડે હાથ લીધા. અત્રે ઉલ્લેખનીય છે કે કૂ ભારતમાં ટિ્વટરની પ્રમુખ પ્રતિસ્પર્ધી છે.
