નવીિદિલ્હી
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે હાલની વૈશ્વિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોને જાેતા અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલની કિંમતો સૌથી ઓછી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સવાલોના જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પુરીએ કહ્યુ કે અમુક રાજ્યોએ કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે વેટમાં ઘટાડો કર્યો હતો. જ્યારે અમુક વિપક્ષ શાસિત રાજ્યોએ આવુ કર્યુ નથી. બિન-ભાજપ રાજ્યો રૂ. ૩૨ના દરે વસૂલ કરી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ હતુ કે છ બિન-ભાજપ શાસિત રાજ્યો – પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને ઝારખંડે પેટ્રોલિયમ ઉત્પાદનો પરનો વેટ ઘટાડ્યો નથી, જેના કારણે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. હરદીપ સિંહ પુરીએ કહ્યુ, ‘છ રાજ્યો – પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને ઝારખંડે વેટ ઘટાડ્યો નથી. તેમાંથી કેટલાક રૂ. ૧૭ના દરે વેટ વસૂલી રહ્યા છે અને અન્ય બિન-ભાજપ રાજ્યો રૂ. ૩૨ના દરે વસૂલ કરી રહ્યા છે. તેથી ભાવમાં તફાવત છે. જ્યારે સભ્યો કહેતા હતા કે આજે અમુક જગ્યાએ કે જે બિન-ભાજપ રાજ્યો છે ત્યાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર છે ત્યારે અન્ય રાજ્યોમાં તે ૮-૧૦ રૂપિયા સસ્તુ છે. ‘અમે ૨૦૨૧ અને ૨૦૨૨માં વેટમાં બે વાર ઘટાડો કર્યો’ ‘અમે ૨૦૨૧ અને ૨૦૨૨માં વેટમાં બે વાર ઘટાડો કર્યો’ હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે, ‘કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવને વાજબી સ્તરે જાળવી રાખવા માટે નવેમ્બર ૨૦૨૧ અને મે ૨૦૨૨માં એક્સાઈઝ ડ્યૂટી (વેટ)માં બે વાર ઘટાડો કર્યો હતો. મને તમને જણાવતા આનંદ થાય છે કે કેટલાક અન્ય રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો છે. હવે આપણી પાસે એવી સ્થિતિ છે કે કેટલાક રાજ્યો, હું તેમને ભાજપ શાસિત રાજ્યો નથી કહી રહ્યો પરંતુ એક કે બે અન્ય રાજ્યો એવા છે જેમણે તેમના વેટમાં ઘટાડો કર્યો છે. તેમાંથી કેટલાક ૧૭ના દરે વેટ વસૂલી રહ્યા છે. હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે હાલમાં પેટ્રોલની કિંમત ભારતમાં સૌથી ઓછી છે. તેમણે કહ્યુ કે, ‘આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને કુલ રૂ. ૨૭,૨૭૬ કરોડનુ નુકસાન થયુ છે. હું સૂચન કરુ છુ કે વિપક્ષના સાંસદો વેટ ઘટાડવા માટે તેમની રાજ્ય સરકારોને પ્રભાવિત કરી શકે છે.’ પુરીએ કહ્યુ કે ભારત તેની જરૂરિયાતના ૮૫ ટકાથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમના સંબંધિત ભાવો સાથે જાેડાયેલા છે.
