Delhi

ભારતમાં ૫જી આગામી મહિને લોન્ચ થઈ શકે છે

નવીદિલ્હી
લાંબા સમયથી આ વાત ચાલી રહી હતી કે ભારતમાં ૪ય્ બાદ ૫ય્ સેવાઓ લોન્ચ કરવાની છે. આ વિશે ઘણા સમાચાર આવી રહ્યા છે ૫ય્ સ્પેક્ટ્રમની હરાજી પણ ચાલી રહી છે જિયો , એરટેલ , વોડાફોન આઇડિયા અને અદાણી આ ઓક્શનમાં ભાગ લઇ રહ્યા છે. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં ૫ય્ ને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આવો જાણીએ કે ભારતમાં ૫ય્ ક્યારે લોન્ચ થઇ શકે છે. અને તેની સ્પીડ કેટલી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં ટેક્નોલોજી વિકાસ સાથે જાેડાયેલી કેટલીક વાતો કહી છે. પીટીઆઇના અનુસાર પોતાની સ્પીચમાં પ્રધાનમંત્રી એ પણ જણાવ્યું કે ભારતમાં ૫ય્ ની સ્પીડ કેટલી હોઇ શકે છે. તેમનું એ પણ કહેવું છે કે ૫ય્ ની સ્પીડ ભારતમાં ૪ય્ કરતાં દસ ગણી વધારે હોઇ શકે છે. તેમણે એ પણ કહ્યું કે ૫ય્ લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર કરશે. ભારતમાં ૫ય્ આગામી મહિને લોન્ચ થઇ શકે છે. જ્યાં નરેન્દ્ર મોદીના હિસાબે ૫ય્ ટૂંક સમયમાં લોન્ચ થશે. એરટેલનો આ દાવો છે કે તે ઓગસ્ટમાં જ ૫ય્ ને રોલઆઉટ કરવાનું શરૂ કરી દેશે અને જિયોના આકાશ અંબાણીની વાતોથી એ પણ અંદાજાે લગાવી શકાય છે કે જિયો પણ ઓગસ્ટમાં જ ૫ય્ ને લોન્ચ કરી શકે છે. વીઆઇ તરફથી તો કોઇ જાણકારી નથી આવી અને અદાણી ૫ય્ ને હાલ ફક્ત પ્રાઇવેટ નેટવર્ક તરીકે લોન્ચ કરી શકે છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *