નવીદિલ્હી
વિદેશ જતા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સથી મુસાફરી કરવું હવે સરળ બનશે. નાણા મંત્રાલયે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરતી ડોમેસ્ટિક એરલાઇન્સને તેલ માર્કેટિંગ કંપનીઓથી વિમાન ઇંધણ એટલે કે છ્હ્લ ની ખરીદી પર ૧૧ ટકા બેઝિક એક્સાઈઝ ડ્યુટીથી રાહત આપવામાં આછે. એટલે કે હવે છ્હ્લ પર એક્સાઈઝ ડ્યૂટી લાગશે નહીં. મંત્રાલયે તેની જાણકારી આપી છે. મંત્રાલયે તેના એક નોટિફિકેશનમાં કહ્યું કે, ડોમેસ્ટિક એરલાઇન્સને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંચાલન માટે વેચવામાં આવતા છ્હ્લ પર બેઝિક એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે નહીં. આ ર્નિણય ૧ જુલાઈ ૨૦૨૨ થી લાગુ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે ગત એક જુલાઈના વિમાન ઇંધણની આયાત પર ૬ રૂપિયા પ્રતિ લિટરના દરથી વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ સંદેશ હતો કે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંચાલન કરતી ડોમેસ્ટિક એરલાઇન્સ પર આ ફી લાગુ થશે નહીં. પરંતુ હવે સરકારે સ્પષ્ટતા કરી છે. જાેકે, તેલ માર્કેટિંગ કંપનીઓએ આ અભિપ્રાય આપ્યો હતો કે એટીએફની આયાત પર એક્સાઈઝ ડ્યૂટી લગાવ્યા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઈટવાળી ડોમેસ્ટિક એરલાઈન્સને ૧૧ ટકાના દરથી બેઝિક એક્સાઈઝ ડ્યૂટી આપવી પડશે. પરંતુ નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ડોમેસ્ટિક એરલાઈન્સ પર આ એક્સાઈઝ ડ્યૂટી લાગુ થશે નહીં. તમને જણાવી દઈએ કે, આ વ્યવસ્થા વિદેશી એરલાઈન્સને એક્સાઈઝ ડ્યૂટીમાં આપવામાં આવતી છૂટને અનુરૂપ હશે. સરકારના આ ર્નિણય પર એરલાઈન્સ ઇન્ડસ્ટ્રીમાં ખુશી છે. કેપીએમજીના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું- વિદેશ જતા વિમાનના વિમાન ઇંધણ પર એક્સાઈઝ ડ્યૂટી લાગુ થવાથી સરકારે રાહત આપી છે. આ એરલાઈન્સ ઇન્ડસ્ટ્રી માટે એક સ્વાગત-યોગ્ય પગલું છે.
