Delhi

ભારતીય નૌસેનામાં ઐતિહાસિક ક્ષણ, પહેલી વાર મહિલાઓ બનશે સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડો

નવીદિલ્હી
ભારતીય નૌસેના પોતાની સ્પેશિયલ ફોર્સમાં મહિલાઓની ભરતી કરવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે. જેનાથી ત્રણેય રક્ષા સેવાઓમાં પહેલી વાર કમાન્ડો તરીકે મહિલાને સેવા આપવાની મંજૂરી મળી છે. વરિષ્ઠ અધિકારીઓએ રવિવારે તેની જાણકારી આપી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, થલ સેના, નૌસેના અને વાયુસેનાની સ્પેશિયલ ફોર્સમાં અમુક વિશિષ્ટ સૈનિકો સામેલ કર્યા હતા. જેને કઠોર પ્રશિક્ષણથમાંથી પસાર થવું પડ્યું છે. આ ગુપ્ત અભિયાનને અંજામ આપવા માટે ખૂબ જ સક્ષમ હોય છે. અત્યાર સુધીમાં આવા ખતરામાંથી પુરુષો જ પસાર થતાં હતા, હવે મહિલાઓ પણ તેની ભાગીદાર બનશે. એક સમાચાર કંપનીએ જણાવ્યા અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, નૌસેનામાં મહિલા હવે સમુદ્રી કમાંડો બની શકે છે. જાે તે પડકારોના માપદંડોને પુરા કરે છે, તો તેમને આ મોકો મળશે. હકીકતમાં ભારતના સૈન્ય ઈતિહાસમાં આ એક વોટરશેડ છે. પણ કોઈને સીધા સ્પેશિયલ ફોર્સની કમિટિમાં સામેલ કરવામાં આવશે નહીં. પહેલા લોકો તેના માટે સ્વયંસેવકો તરીકે કામ કરવાનું રહેશે. એકબીજા અધિકારીના જણાવ્યા અનુસાર, સ્વેચ્છાથી માર્કોસ બનાવવાનો વિકલ્પ મહિલા અધિકારીઓ અને નાવિકો બંને માટે મળશે, જે આગામી વર્ષે અગ્નિવીર તરીકે સેવામાં સામેલ થશે. માર્કોસને અલગ અલગ પ્રકારના કામ માટે ટ્રેનિંગ આપવામાં આવશે અને તે જમીન, સમુદ્ર અને વાયૂ પર પણ કામ કરી શકશે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *