નવીદિલ્હી
કોવિડ-૧૯ મહામારી દરમિયાન પૂરી પાડવામાં આવતી સેવાઓને આ યાદીમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. રાણી એલિઝાબેથ ૈંૈં ના નામ પરના આ પુરસ્કારો માટેની મુખ્ય સન્માન સમિતિ પર બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રભાવને પ્રતિબિંબિત કરીને કેટલાક ઓલિમ્પિયન્સ પણ આ સૂચિમાં સ્થાન મેળવવામાં સફળ થયા. જ્હોન્સને કહ્યું કે, “આ પુરસ્કાર પ્રાપ્તકર્તાઓએ અમને પ્રેરણા આપી છે અને મનોરંજન કર્યું છે અને યુકે અને સમગ્ર વિશ્વમાં તેમના સમુદાયોને ઘણું આપ્યું છે.” વધુમાં તેમણે કહ્યું કે, એક દેશ તરીકે અમારા માટે આ સન્માન તેમના સમર્પણ અને ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમનો આભાર માનવાનો એક માર્ગ છે. કક્કરનું દ્ભમ્ઈ પ્રશસ્તિ પત્રમાં જણાવાયું છે કે, જાહેર આરોગ્ય અને તબીબી સંશોધનના હિમાયતી, કક્કરે વિજ્ઞાન અને તકનીકી પસંદગી સમિતિ અને દ્ગૐજી ચનેશનલ હેલ્થ સર્વિસૃના ભાવિ પર વિશેષ સમિતિમાં સેવા આપી હતી. ૧,૨૭૮ વ્યક્તિઓની યાદીમાં, ૭૮ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી સ્વિમિંગ મેડલ વિજેતા એડમ પીટી અને ટોમ ડેલીને ર્ંમ્ઈ એનાયત કરવામાં આવ્યા હતા.ભારતીય મૂળના બ્રિટિશ શિક્ષણશાસ્ત્રી અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય અજય કુમાર કક્કરને ‘નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ અમ્પાયર’ થી નવાજવામાં આવ્યા છે. બ્રિટનના વાર્ષિક નવા વર્ષની ઓનર્સની યાદીમાં દ્ભમ્ઈએ બીજું સર્વોચ્ચ સન્માન છે. યુનિવર્સિટી કોલેજ લંડનના સર્જરીના પ્રોફેસર કક્કરને આરોગ્યસંભાળ અને જાહેર સેવા માટે વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા ભારતીય મૂળના લગભગ ૫૦ વ્યાવસાયિકો, ઉદ્યોગસાહસિકો અને પરોપકારીઓનું સન્માન કરવાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
