નવીદિલ્હી
વરસાદથી પ્રભાવિત ચોથી ર્ંડ્ઢૈંમાં ન્યૂઝીલેન્ડે ભારતીય મહિલાઓને ૨૦ ઓવરમાં ૧૯૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ ૧૭.૫ ઓવરમાં ૧૨૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ૧૨૮ રનમાં ૫૨ રન એકલા રિચા ઘોષે બનાવ્યા હતા. ટીમને જીત ન મળી, પરંતુ આ તોફાની ઇનિંગ્સ દરમિયાન તેણે શાનદાર પ્રદર્શન કર્યું. હવે રિચા ઘોષ મહિલા ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનારી બેટ્સમેન બની ગઈ છે. પોતાની ૫૨ રનની ઇનિંગ દરમિયાન તેણે માત્ર ૨૬ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિશ્વ ક્રિકેટમાં માત્ર ૬ મહિલા બેટ્સમેન છે જેમણે ૨૬ કે તેનાથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી છે. રિચા ઘોષે સૌથી ઝડપી અડધી સદીનો ૧૪ વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ ભારતીય રેકોર્ડ રુમેલી ધર ના નામે હતો. રુમેલી ધરે વર્ષ ૨૦૦૮માં શ્રીલંકા સામે ૨૮ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રિચા ઘોષે ન્યૂઝીલેન્ડ સામે તેની ૫૨ રનની ઇનિંગમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તે મહિલા વનડેમાં સૌથી વધુ સિક્સર મારનારી ભારતીય વિકેટકીપર બની ગઈ છે. આ પહેલા બાકીના વિકેટકીપરોએ મળીને માત્ર ૪ સિક્સર ફટકારી છે. એટલે કે ૧૮ વર્ષની રિચા ઘોષે પોતાની એક ઇનિંગથી બે રેકોર્ડ તોડ્યા છે.ન્યુઝીલેન્ડ સામેની ર્ંડ્ઢૈં શ્રેણીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની હાલત નાજુક છે. ટીમનું પ્રદર્શન ક્રિકેટ ચાહકોને નિરાશ કરનારું છે. પરંતુ, આ નિરાશા વચ્ચે, આશાથી ભરેલી કેટલીક પાળીઓ જાેવા મળી, જેના કારણે એવું લાગી રહ્યું છે કે આવતીકાલ સારી રહેશે. આવી જ એક ઇનિંગ ભારતીય ટીમની ૧૮ વર્ષની વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષે રમી છે. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં તેણે ૨૬ બોલમાં એવું તોફાન મચાવ્યું છે કે ૧૪ વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તૂટી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં રમાયેલી તેની વિસ્ફોટક ઇનિંગ્સ જાેકે ટીમને જીત અપાવવામાં મદદ કરી શકી ન હતી.