નવીદિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને દેશોએ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જેનો પ્રભાવ સમગ્ર દુનિયા પર પડ્યો છે. આ યુદ્ધને લઈને જ્યાં અમેરિકા સહિત પશ્ચિમી દેશો યુક્રેનનું સમર્થન કરી રહ્યા છે ત્યાં ભારતે બંનેમાંથી એક પણ દેશનું સમર્થન કર્યું નથી. જાે કે આ દરમિયાન ભારતે યુદ્ધને ખતમ કરવાની અપીલ પણ કરી અને યુક્રેનને મદદ પણ પહોંચાડી છે. આ બધા વચ્ચે ભારત પર યુક્રેન મુદ્દે અસ્થિર રહેવાનો આરોપ લાગતો રહ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પણ ટિપ્પણી કરી હતી કે ભારત યુક્રેન મુદ્દે ડામાડોળ (અસ્થિર) છે. આ ટિપ્પણી પર સંસદમાં જવાબ આપતા વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય વિદેશ નીતિના ર્નિણય રાષ્ટ્રહિતમાં લેવાય છે. આ બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા દ્વારા યુક્રેનમાં માનવીય સંકટ પર પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેના પર ભારત સહિત ૧૩ સભ્ય દેશોએ મતદાનથી અંતર જાળવ્યું. રશિયા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવથી દૂર રહીને ભારતે રશિયા-યુક્રેન સ્થિતિ પર પોતાનું વલણ યથાવત રાખ્યું છે. રશિયાના પક્ષમાં મત નહીં પડવાથી ેંદ્ગજીઝ્ર એ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. ભારત અને ેંદ્ગજીઝ્ર ના ૧૨ સભ્ય દેશોએ પ્રસ્તાવ પર મતદાન ન કર્યું.
