Delhi

ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોનાના બધા વેરિએન્ટ સામે રક્ષણ આપનાર રસી આપશે

નવીદિલ્હી,
ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં કોરોનાના તમામ વેરીઅન્ટ માટે રસીની શોધ કરવામાં આવી છે. સંશોધનને જર્નલ ઓફ મોલેકયુલર લીક્વીડમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ જર્નલ કણો, તેમની બનાવટ વગેરે વિશે જાણકારી આપતી હોય છે. આ રસી લીધેલા વ્યક્તિને કોરોનાના તમામ વેરીઅન્ટ સામે રક્ષણ મળે છે તેમ કહેવામાં આવ્યું છે. આ સંશોધનમાં વૈજ્ઞાનિકો દ્વારા ઈમ્યુનોઇન્ફોર્મેટીક અપ્રોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં ડીઝાઇન કરેલી રસી ખુબ વધારે રક્ષણ આપતી અને કોરોના સામે પ્રતીકારકતા વધારતી રસી છે. કાઝી નાઝરુલ યુની.ના અભિજ્ઞાન ચૌધરી અને સુપ્રભાત મુખર્જી તથા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચના પાર્થસારથી સેન ગુપ્તા, સરોજ કુમાર અને મલય કુમાર રાણાના જણાવ્યા અનુસાર દ્વારા આ રસી વિકસાવવામાં આવી છે. હાલમાં આ રસીનો કોમ્પ્યુટેશનલ અભ્યાસ કરી દેવામાં આવ્યો છે. અભિજ્ઞાન ચૌધરીના જણાવ્યા અનુસાર વિશ્વમાં બીજી કોઈપણ રસી બનાવવામાં આવી નથી જે કોરોનાના અત્યાર સુધીમાં આવેલા બધા વેરીઅન્ટ સામે રક્ષણ આપી શકે. આ રસી કેવી રીતે બનાવવામાં આવી તે વિશે જણાવતા વૈજ્ઞાનિકો જણાવે છેકે અમે કુલ ૬ વાઇરસના સેમ્પલ લીધા હતા ત્યારબાદ તેના સ્પાઈક પ્રોટીનના કઝર્વ વિસ્તારના ટુકડાઓ લઈને તેની એન્ટી સિક્વન્સ બનાવી હતી. ત્યારબાદ તેમણે રસીના કોમ્પ્યુટેશનલ સ્ટડીમાં સફળતા મળી છે. વાઇરસના અમુક વિસ્તારને જ કેમ ઉપયોગમાં લેવામાં આવ્યો તે અંગે વૈજ્ઞાનિકો જણાવે છેકે વાઈરસનો અમુક હિસ્સો જે સૌથી વધારે રોગપ્રતિકારક શક્તિ બનાવતો હોય તેને લઈને આ અભ્યાસ કરવામાં આવ્યો છે. અમારી ટીમ દ્વારા આભાસી દર્દીઓને રસીના ઇન્જેક્શન આપીને પરિણામ પણ જાેવામાં આવ્યું હતું અમને મળેલા પરિણામો ખુબ હકારાત્મક હતા. વૈજ્ઞાનિકોની આ સફળતાના લીધે હવે લોકોને આશા બંધાઈ છેકે હવે કોરોનાની સામે આ લડાઈ આપણે જીતી શકીશું.

Vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *