Delhi

ભારતે જાપાનને ૧-૦ થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

નવીદિલ્હી
એશિયા કપ હોકીની ત્રીજા અને ચોથા સ્થાન માટે આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો રમાયો હતો. તેમાં ભારતે જાપાનને ૧-૦ થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. બીજી તરફ મલેશિયા આજે સાંજે ગોલ્ડ મેડલ માટે દક્ષિણ કોરિયા સાથે રમશે. ગત ચેમ્પિયન ભારત આ વર્ષે એક યુવા ટીમ સાથે એશિયા કપ રમવા ઉતર્યું હતું. પૂર્વ હોકી દિગ્ગજ સરદાર સિંહને પહેલીવાર કોચના રૂપમાં ટીમની કમાન સોંપી હતી. બુધવારે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઇ રહેલી મેચમાં ભારતી ટીમ માટે રાજકુમાર પાલે પહેલો ગોલ કર્યો હતો. પોલએ ક્વાર્ટરની ૭મી મિનિટમાં ગોલ તાકીને ભારતે ૧-૦ બઢત મેળવી લીધી હતી. આ પહેલાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સુપર ૪ તબક્કાના અંતિમ રાઉન્ડ રોબિન લીગ મેચમાં ૪-૪ થી ડ્રો પર પુરી થઇ હતી. આ મેચમાં ભારતીય ટીમ માટે ફાઇનલ દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ હતી.

India-wins-bronze-medal-defeats-Japan-1-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *