નવીદિલ્હી
ભારતે બાંગ્લાદેશની સામે બીજી ટેસ્ટમાં ૩ વિકેટે વિજય મેળવ્યો. ભારત પર મેચમાં પરાજયનું સંકટ તોળાઈ રહ્યું હતું.એક સમયે લાગતું હતું કે ભારત હારી જશે પરંતુ ત્યાર પછી ઇન ફોર્મ બેટ્સમેન શ્રેયસ ઐયરે અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને સ્થિરતા અપાવતા ભારતને જીત સુધી લઈ ગયા હતા. ભારતે ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવ્યું અને શ્રેણી ૨-૦થી જીતી લીધી. ૧૪૫ રનના લક્ષ્?યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૭૪ રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી દેતાં ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. આ પછી શ્રેયસ અય્યર ૨૯ અને રવિચંદ્રન અશ્વિન ૪૨ રન અને બંને વચ્ચે ૭૧ રનની અણનમ ભાગીદારી કરીને ભારતીય ટીમને આપવી જીત. બાંગ્લાદેશ સામે ૧૩ ટેસ્ટમાં ભારતની આ ૧૧મી જીત છે અને બાંગ્લાદેશે પ્રથમ જીતની તક ગુમાવી દીધી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં ૨૨૭ રન બનાવ્યા હતા. જેમાં મોમિનુલ હકે સૌથી વધુ ૮૪ રનનું યોગદાન આપ્યું હતું. ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને ચાર-ચાર વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં ૩૧૪ રન બનાવ્યા હતા અને સારી લીડ મેળવી હતી. ભારત તરફથી ઋષભ પંતે ૯૩ અને શ્રેયસ અય્યરે ૮૭ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે ચાર-ચાર વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ રમવા આવતાં બાંગ્લાદેશે ૧૧૩ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ પર ભારતની પકડ વધુ મજબૂત બની હતી. જાેકે, લિટન દાસે ૭૩ રનની ઇનિંગ રમતા પોતાની ટીમને સંભાળી હતી અને તેને નુરુલ હસન (૩૧) અને તસ્કીન અહેમદ (૩૧*)નો સારો સાથ મળ્યો હતો. બાંગ્લાદેશે બીજા દાવમાં ૨૩૧ રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે ૧૪૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ત્રીજા દિવસે જ ૩૭ રનના સ્કોર પર ચાર ઝટકા લાગ્યા હતા.


