Delhi

ભારત બંધના એલાનની ખાસ અસર જાેવા મળી નહીં

નવીદિલ્હી
કેન્દ્ર સરકાર તરફથી લેવાયેલા ર્નિણયમાં કહેવાયું હતું કે ઓબીસી માટે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે નહીં. સરકારના આ ર્નિણયનો વિરોધ વ્યક્ત કરવા માટે બી.એ.એમ.સી.ઈ.એફએ ભારત બંધની જાહેરાત કરી છે. ડાબેરી પક્ષોએ પણ બીજી બાજુ મોંઘવારીના વિરોધમાં દેશભરમાં બંધની જાહેરાત કરેલી છે. ે પોતાની કેટલીક માંગણીઓને પગલે આ ભારત બંધનું એલાન ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટિઝ એમ્પલોઈઝ ફેડરેશન (બી.એ.એમ.સી.ઈ.એફ)એ આપેલું છે. આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંધની જાહેરાત પણ કરાઈ હતી. ફેડરેશન દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપરાંત ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ ન કરવા સહિત પ્રાઈવેટ સેક્ટરમાં પણ એસટી,એસટી, ઓબીસી આધારિત અનામતના મુદ્દા રજૂ કરાયા છે. અત્રે જણાવવાનું કે કાશીરામ દ્વારા સ્થાપિત આ ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટિઝ એમ્પલોઈઝ ફેડરેશન (બી.એ.એમ.સી.ઈ.એફ)એ બંધની જાહેરાત કરી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બંધને સફળ બનાવે. આ ફેડરેશનની કેટલીક માંગણીઓ છે જેમાં ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ, જાતિ આધારિત વસ્તી ગણતરી, પ્રાઈવેટ સેક્ટરમાં એસસી-એસટી અને ઓબીસીને અનામત, એનઆરસી, સીએએ, એનપીઆરને લાગૂ કરવા પર રોક લગાવવામાં આવે, ખેડૂતોને એમએસપી કાયદાની ગેરંટી, જૂની પેન્શન સ્કીમ લાગૂ કરવી, રસીની જરૂરિયાત ખતમ કરવામાં આવે, ઓડિશા, મધ્ય પ્રદેશમાં ઓબીસી અનામત આધારિત પંચાયત ચૂંટણી કરાવવામાં આવે, પર્યાવરણ સંરક્ષણની આડમાં આદિવાસીઓનું વિસ્થાપન ન થાય તે સુરક્ષિત કરવામાંઆવે. કેન્દ્ર સરકાર તરફથી અન્ય પછાત જાતિઓની જાતિ આધારિત ગણતરી કરાવવાનો ઈન્કાર કરવા મુદ્દે ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટિઝ એમ્પલોઈઝ ફેડરેશન(બી.એ.એમ.સી.ઈ.એફ)એ આજે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. (બી.એ.એમ.સી.ઈ.એફ)ના આ ભારત બંધને અનેક રાજકીય પક્ષોનું પણ સમર્થન મળેલું છે. જેમાં બિહારમાં જેડીયુ અને આરજેડી જ્યારે યુપીમાં સપા-બસપાએ સમર્થન આપ્યું છે. જાે કે આ બંધની દેશમાં સવારથી કોઈ ખાસ અસર જાેવા મળી રહી નથી. પરંતુ યુપી અને બિહારમાં તેની અસર જાેવા મળી શકે છે કારણ કે આ મુદ્દો બિહારમાં ઘણો છવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *