નવીદિલ્હી
ભારતીય વાયુસેનાનું લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ચાંગી એક્ઝિબિશન સેન્ટર ખાતે ૧૫થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત સિંગાપોર એરશો ૨૦૨૨માં તેની ઉડ્ડયન કૌશલ્યનું પ્રદર્શન કરશે. આ વર્ષના સિંગાપોર એરશોમાં ચાર એર ફોર્સ અને બે કોમર્શિયલ કંપનીઓના આઠ ફ્લાઈંગ ડિસ્પ્લે અને ફ્લાયપાસ્ટ થશે. આમાં ભારતીય વાયુસેનાના તેજસનો પણ સમાવેશ થશે, આયોજક એક્સપેરિયાએ જણાવ્યું હતું કે સિંગલ જેટ પરફોર્મન્સમાં “પ્રભાવશાળી સ્ટંટ અને દાવપેચ” દર્શાવવામાં આવશે. લગભગ ૬૦૦ કંપનીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. તેજસનું ઉત્પાદન એરોસ્પેસ જાયન્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. તે સિંગલ એન્જિન અને અત્યંત ચપળ મલ્ટી-રોલ સુપરસોનિક ફાઈટર એરક્રાફ્ટ છે જે હાઈ રિસ્ક વાતાવરણમાં કામ કરવા સક્ષમ છે. ન્ઝ્રછ તેજસ એ ફ્લાય-બાય-વાયર ફાઈટર છે જે હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે. લગભગ સ્ટીલ્થ ફાઈટરની જેમ જ, તેમાં અદ્યતન ડિજિટલ કોકપિટ, મલ્ટી-મોડ રડાર, ઈન્ટિગ્રેટેડ ડિજિટલ એવિઓનિક્સ સિસ્ટમ અને એડવાન્સ્ડ કમ્પોઝિટ મટિરિયલ સ્ટ્રક્ચર્સ સાથે ગ્લાસ કોકપિટ પણ છે અને સેટેલાઈટ-આસિસ્ટેડ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ છે, જે તેને ફોર્થ જનરેશન ફાઈટર બનાવે છે. તે હવાથી જમીન પર હુમલો કરી શકાય તેવા બોમ્બ અને એટેક સિસ્ટમ્સને લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જેનો ઉપયોગ જમીન અથવા સમુદ્ર પરના લક્ષ્યોને પ્રહાર કરવા માટે થઈ શકે છે. તે ૫૦,૦૦૦ ફૂટની સર્વિસ સીલિંગ સાથે સુપરસોનિક કોમ્બેટ જેટ છે. તેની પાંખો ૮.૨૦ મીટર છે, તેની લંબાઈ ૧૩.૨૦ મીટર છે અને તેની ઊંચાઈ ૪.૪૦ મીટર છે. રોયલ મલેશિયન એર ફોર્સ, તેના જૂના વિમાન મ્છઈ સિસ્ટમ્સ હોક ૧૦૮ અને હોક ૨૦૮ માટે યોગ્ય રિપ્લેસમેન્ટ શોધી રહી છે ત્યારે તેજસ મલેશિયાની જરૂરિયાતને પૂરી કરવા સક્ષમ છે. તેજસનો ફ્લાય-પાસ્ટ દક્ષિણપૂર્વ એશિયામાં એરક્રાફ્ટની નિકાસ ક્ષમતાને મજબૂત બનાવી શકે છે. જેથી આ ૐછન્ માટે એક યોગ્ય તક છે. તેજસની કિંમત પણ ઇસ્છહ્લની અપેક્ષાઓ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે જે સોદાને વધુ વાસ્તવિક બનાવે છે.થોડા સમય પહેલા જ ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ નિકાસ કરવાનો કરાર કર્યો હતો અને તે બાદ ભારતીય શસ્ત્રોની વિશ્વભરમાં ડિમાન્ડ વર્તાય રહી છે. ભારતના સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસે ગયા વર્ષે નવેમ્બરમાં દુબઈ એર શો ૨૦૨૧માં તેની “ઉત્તમ ઉડ્ડયન કૌશલ્ય”નું પ્રદર્શન કર્યું હતું અને ત્યારથી બરાબર ત્રણ મહિના પછી તે બીજી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટે આકાશમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તેજસને રોયલ મલેશિયન એરફોર્સને વેચવા માટે સ્પર્ધામાં છે.