નવીદિલ્હી
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટે એક તપાસ સમિતિની રચના કરી છે. જેનું નેતૃત્વ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કરશે. કમિટી જાેશે કે પીએમની સુરક્ષામાં શું થયું છે, તેના માટે કોણ જવાબદાર છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન બને તે માટે શું કરવું જાેઈએ. આ ર્નિણય ઝ્રત્નૈં દ્ગફ રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આપ્યો છે. એકતરફી તપાસના આક્ષેપને દૂર કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને ચંદીગઢના પોલીસ મહાનિર્દેશક, એનઆઈએના આઈજી, પંજાબના એડીજી (સુરક્ષા)નો પણ સમાવેશ થાય છે. અગાઉ સોમવારે, કોર્ટે કહ્યું હતું કે તે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરશે. આ મામલો ૫ જાન્યુઆરીનો છે, જ્યારે વડાપ્રધાન પંજાબના પ્રવાસે હતા. તેઓ વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે ફિરોઝપુર જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં ખેડૂતોના ધરણાંને કારણે રોડ બ્લોક થઈ ગયો હતો, જેના કારણે પીએમનો કાફલો ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં, તેણે પોતાનો પ્રવાસ રદ કરીને પરત ફરવું પડ્યું. કેન્દ્ર સરકારે પંજાબ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે પીએમની સુરક્ષા સાથે સંબંધિત બ્લુ બુકના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.