નવીદિલ્હી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરનારા સીવીસી જેવાં સંગઠનો અને એજન્સીઓએ કોઈના દબાણ હેઠળ આવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે દેશની ભલાઈનું કામ કરનારાઓએ અપરાધબોધ હેઠળ ન જીવવું જાેઈએ. વિજ્ઞાનભવનમાં સીવીસીના સતર્કતા જાગૃકતા સપ્તાહ પર આયોજિત કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે આપણે રાજકીય એજન્ડા પર ન ચાલવું જાેઈએ પણ સામાન્ય લોકોને જે તકલીફ થઈ રહી છે તેનાથી મુક્તિ અપાવવી પડશે. પીએમએ કહ્યું કે આવાં સંગઠન જ્યારે ઈમાનદારીથી કામ કરે છે તો ભલે અમુક લોકો સ્વાર્થ માટે બૂમો પાડતા રહે પણ તેમને સમાજનો સાથ મળે છે. કોઈ કિંમતે ભ્રષ્ટાચારી બચવા ન જાેઈએ અને તેમને રાજકીય તથા સામાજિક આશ્રય ન મળવો જાેઈએ. ભ્રષ્ટાચાર એવી બદી છે જેનાથી બધાએ દૂર રહેવાની જરૂર છે. ૮ વર્ષથી અમે અભાવ અને દબાણની વ્યવસ્થા બદલી રહ્યા છીએ. વડાપ્રધાને સીવીસીના કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલનું પણ ઉદઘાટન કર્યું.
