નવીદિલ્હી
મંકીપોક્સનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી દુનિયાભરમાં આના ૪૦૦૦૦થી વધાકે કેસોની પુષ્ટી થઈ ચૂકી છે. ભારતમાં પણ મંકીપોક્સના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. મંકીપોક્સનું સંક્રમણ માણસોમાંથી જાનવરોમાં અને જાનવરોમાંથી માણસોમાં ફેલાઇ શકે છે. સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી જાનવર પણ મંકીપોક્સથી સંક્રમિત થઈ શકે છે. એવામાં મંકીપોક્સનો ખતરો વધારે વધી ગયો છે. અમેરિકાની સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સી.ડી.સી) તરફથી મંકીપોક્સથી પાલતૂ જાનવરોને બચાવવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિઓને પોતાના પાલતૂ જાનવરો અથવા અન્ય જાનવરોથી અંતર જાળવવું જાેઈએ. આનાથી સંક્રમણ ફેલવાનો ખતરો ઓછો થઈ જશે. પાલતૂ જાનવરો સાથે હરવું-ફરવું, તેમની સાથે રમવું- જાનવરોને ગળે લગાવવાથી અથવા તેમને અડવાાથી બચવું જાેઈએ. તમારા સ્લીપિંગ એરિયા અને કપડાઓથી જાનવરોને દૂર રાખવા જાેઈએ. તે ઉપરાંત આપણો ખોરાક પણ જાનવરોને ખવડાવવો જાેઈએ નહીં. તેનાથી પણ સંક્રમણનો ખતરો વધી જાય છે. મંકીપોક્સનું સંક્રમણ થવા પર લોકોને આઈસોલેશનમાં જતા રહેવું જાેઈએ અને ડોક્ટરનો સંપર્ક કરવો જાેઈએ. જાે તમારા પાળતું જાનવરોમાં મંકીપોક્સના કોઈપણ લક્ષણ નજરે આવી રહ્યાં છે તો તરત જ તેને એક જગ્યાએ બાંધી દેવા જાેઈએ. વેટરનરી ડોક્ટર સાથે સંપર્ક કરો. જાે પેટ્સ સંક્રમિત થઈ જાય તો તેને ખુલ્લો છોડશો નહીં અને તેના પર સેનેટાઈઝર, ડિસઈનફેક્ટેન્ટ, આલ્કોહોલ, હાઈડ્રોજન પેરાક્સાઈડ અથવા અન્ય કેમિકલ્સ સ્પ્રે કરવો નહીં. તેવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેવું કરવાની જગ્યાએ પેટ્સથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જાેઈએ અને ૨૧ દિવસ સુધી સાવધાની સાથે દેખભાળ કરવી જાેઈએ. થોડી એવી પણ બેદરકારી દાખવવી જાેઈએ નહીં.
