Delhi

મંદીમાંથી બહાર આવવા અમેરિકાએ અપનાવ્યો ‘મોદી મંત્ર’

નવીદિલ્હી
અમેરિકાના લોસ એન્જલસમાં વસતા એશિયન અમેરિકન્સે ખાસ ડાયવર્સિટી બિઝનેસ એક્સ્પો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બિઝનેલ પર્સન, બેન્કીંગ સાથે સંકળાયેલા દિગ્ગજાેએ હાજરી આપી ચર્ચા કરી હતી. એશિયન અમેરિકન બિઝનેસ વુમન એસોસિએશન, બિઝનેસ ચેમ્બરનાં પ્રતિનિધિઓએ હાજરી આપી વેપાર, સરકારી મદદ સહિતની સ્થાનિકોને માહિતી આપી હતી. જેમાં મેક ઈન ઈન્ડિયા યોજનાની ખુબ પ્રશંસા પણ થઈ. કોરોના બાદ નાના નાના દેશો તો મંદીના ભરડામાં આવી ગયા છે. જેમાં શ્રીલંકાની જેમ અનેક દેશ મંદીના મારમાં નાદાર થવાની કગાર પર છે. પરંતુ વિશ્વસત્તા અમેરિકા પર પણ મંદીના વાદળ મંડરાઈ રહ્યા છે. ત્યારે જગત જમાદાર દેશને બચાવવા પ્રધાનમંત્રી મોદીના રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે. ભારતની મેક ઈન ઈન્ડિયા બાદ હવે અમેરિકા પણ મેક ઈન ેંજી પોલીસી અપનાવશે. જાણીતા ઉદ્યોગકાર યોગી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના આઈડિયા મેક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલથી ભારતને ખુબ જ ફાયદો થયો છે. જેથી અમેરિકામાં આજે મેક ઈન યુએસએ પર ભાર મુકવો ખુબ જ ફાયદાકાર થઈ શકે છે. પ્રધાનમંત્રીના વિઝનના લીધે ભારતે એક્સપોર્ટ નીતિ અને ગુણવત્તામાં ખબ જ સુધારો થયો છે. જેથી અમેરિકામાં સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવશે તો મંદીના મોહોલમાંથી બહાર નીકળી શકાશે. આ યોજના માટે સરકાર કેટલી મદદ કરે છે તેની પણ વિસ્તારથી વિગતો આપી હતી. બેંક ક્ષેત્રના જાણિતા પરિમલ શાહે જે લોકો પોતનો ધંધો શરૂ કરી આર્ત્મનિભર બનવા માગે છે તેમને ખાસ માર્ગદર્શન આપ્યું. બિઝનેશ એક્સ્પોમાં કહ્યું કે સરકારે વીઝા પ્રોસેસ સરળ બનાવી છે. સાથે જ માઈગ્રેશન પર પણ ભાર મુક્યો છે. તો મેક ઈન યુએસ પર ભાર મૂકવા સબસીડી યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે. જેમાં મશીનરીનાં નાંણા દશ વર્ષમાં પાછા મળી જાય છે. જેથી આર્ત્મનિભર બનવા મેક ઈન યુએસએ પર ભાર મુકવો જરૂરી છે. આ એક્સપોમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિઓએ આર્ત્મનિભર બનાવી ચાવી બતાવી હતી. જમાં નોકરીના બદલે ધંધો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાલના સમયમાં નોકરી મેળવવા કરતા ધંધો કરવા માટે વધુ સુવિધા છે. જેના માટે રોકાણની વિગતો મેળવવી ખુબ જરૂરી છે. તમામ શહેરોને આવળી લેવા લોકલ અમેરિકન સિસ્ટમ લાગુ કરવાની જરૂર હોવાનું સૂચન કર્યું. મેક ઈન ઈન્ડિયાના આઈડિયાને અપનાવીશું તો જ આગામી સમયમાં મંદીથી બચી શકાશે. પહેલા આધુનિક વસ્તુઓની તમામ સામગ્રી વિદેશમાંથી આયાત કરવામાં આવતી હતી. જેથી વસ્તુની ગુણવતા નબળી અને કિંમત વધુ રહેતી હતી. પરંતુ ભારતે મેક ઈન ઈન્ડિયાથી આર્ત્મનિભર બનવાની પહેલની શરૂઆત કરી. જેનાથી વિદેશમાંથી આયાત ઘટી. અને લોકલ સ્તરે વસ્તુ તૈયર થતા ગુણવતા પણ વધુ સુધરી છે. જેથી અમેરિકામાં યોજાયેલા એક્સપોમાં ભારતની ઉદ્યોગ રણનીતિને અનુસરવા અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *