Delhi

મણિપુરમાં બે સ્કૂલ બસનો અકસ્માત, ૧૫ વિદ્યાર્થીઓના મોતની છે આશંકા!

નવીદિલ્હી
મણિપુરમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં બુધવારે સવારે થયેલા રોડ અકસ્માતમાં કેટલાય વિદ્યાર્થીઓના મોત થયા હોવાની આશંકા છે. મણિપુરના નોની જિલ્લામાં બુધવારે સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના લોંગસાઈ તુંબું ગામ પાસે બિષ્ણુપુર-ખોપુમ રોડ પર થઈ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, યારીપોકની થમ્બલનું હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતી બે બસો ખોપુમ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. તાજેતરમાં જે રીતે વિગતો મળી રહી છે, તે અનુસાર જાેઈએ તો, આ દુર્ઘટનામાં ૧૫ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાય ઘાયલ થયા છે. મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *