Delhi

મધ્યપ્રદેશના વેપારીએ ૧૧ કરોડની સંપતિ છોડી પરિવાર સાથે દીક્ષા લેશે

નવીદિલ્હી
મધ્ય પ્રદેશના બાલાઘાટના સોનાના વેપારી રાકેશ સુરાના પોતાની લગભગ ૧૧ કરોડની સંપત્તિ છોડીને પત્ની અને ૧૧ વર્ષના પુત્ર સાથે ૨૨ મે ના રોજ જયપુરમાં દીક્ષા ગ્રહણ કરશે. આ પરિવારે પોતાની સંપત્તિ ગૌશાળા, ગરીબો અને અન્ય ધાર્મિક સંસ્થાઓમાં દાન કરી દીધી છે. પરિવારે ગુરુ મહેન્દ્ર સાગરથી પ્રેરિત થઇને સંસારિક જીવન ત્યાગ કરીને સંયમ અને અધ્યાત્મના માર્ગે જવાનો ર્નિણય કર્યો છે. રાકેશ સુરાનાએ વૈરાગ્યની રાહ પર જવાના ર્નિણય લેવા પર જણાવ્યું કે તેમની પત્ની લીના સુરાના (૩૬ વર્ષ) બાળપણથી જ સંયમ પથ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી. લીના સુરાનાએ અમેરિકાથી પ્રારંભિક શિક્ષા લીધી હતી. આ પછી બેંગલુરુ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી હતી. લીના અને રાકેશના પુત્ર અભયનું મન પણ ચાર વર્ષની ઉંમરથી જ સંયમ પથ પર હતું. જાેકે ઓછી ઉંમર હોવાના કારણે દીક્ષા લઇ શક્યા ન હતા. સાત વર્ષની રાહ જાેયા પછી હવે અભય માતા-પિતા સાથે ૨૨ મે ના રોજ દીક્ષા ગ્રહણ કરશે અને હંમેશા માટે સાંસારિક મોહ માયાનો ત્યાગ કરી દેશે. રાકેશ સુરાનાની માતાએ ૨૦૧૭માં ગૃહસ્થ જીવન ત્યાગીને દીક્ષા લીધી હતી. તેમની બહેને ૨૦૦૮માં દીક્ષા લીધી હતી. માતા અને બહેનથી પ્રેરિત બનીને રાકેશ સુરાના પણ હવે સંયમના માર્ગે ચાલતા દીક્ષા લેવા જઈ રહ્યા છે. બાલાઘાટ જિલ્લામાં એક સમયે રાકેશને નાની સોના-ચાંદીની દુકાન હતી. જાેકે વર્તમાનમાં તેમનો કરોડોનો વેપાર છે. સોની બજારમાં તેમણે નામ અને પ્રતિષ્ઠા બન્ને મેળવી છે. આજે લોકો પૈસા પાછળ સતત દોડી રહ્યા છે ત્યારે રાકેશ સુરાનાએ જબરજસ્ત ત્યાગ કર્યો છે. પોતાની કરોડોની સંપત્તિ ગરીબો અને ગૌશાળામાં દાન કરી દીધી છે. દીક્ષા ગ્રહણ કરતા પહેલા રાકેશ સુરાના તેમની પત્ની લીના સુરાના અને પુત્ર અભય સુરાનાને શહેરના લોકોએ ભાવભીની વિદાય આપી હતી. ત્રણેયનો શહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સિવાય રતલામની ૧૦ વર્ષની ઇશાન કોઠારી અને બે જાેડીયા બહેન તનિષ્કા અને પલક પણ ૨૬ મે ના રોજ દીક્ષા ગ્રહણ કરશે. તેની મોટી બહેન દીપાલી ૫ વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *