નવીદિલ્હી
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાને ??૧૭ હજાર નવા કેસ આવવાની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોના સંક્રમણ ટૂંક સમયમાં ચરમસીમાએ પહોંચી શકે છે. રાજધાનીમાં હાલમાં ૩૦,૦૦૦થી વધુ સક્રિય કેસ છે અને ૨૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ આગામી બે મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે.દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે હોસ્પિટલોમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટરની ઓફિસમાં કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જાેવા મળ્યા છે. ડાયરેક્ટર ઓફિસમાં ૮થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. છૈંૈંસ્જીમાં વધતા સંક્રમણને કારણે તમામ નિયમિત દર્દીઓને દાખલ કરવાની કામગીરી અને જરૂરી સર્જરી હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. આગામી આદેશ બાદ રોજીંદી કામગીરી શરૂ કરી શકાશે. કર્મચારીઓના કોરોના સંક્રમિત થયાના સમાચાર મળ્યા બાદ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ગુરુવારે છૈંૈંસ્જી પહોંચ્યા હતા. તેઓ તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા હતા અને તેમની ખબર પૂછી હતી. છૈંૈંસ્જી પહોંચ્યા બાદ સ્વાસ્થ્ય પ્રધાને પહેલા ઁઁઈ કીટ પહેરી અને બાદમાં તેઓ નવા પ્રાઈવેટ વોર્ડના કોરોના વોર્ડમાં પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે છૈંૈંસ્જીના વરિષ્ઠ ડૉ. અચલ શ્રીવાસ્તવ પણ હાજર હતા. જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એક પછી એક તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તમામ કર્મચારીઓમાં સંક્રમણના હળવા લક્ષણો જાેવા મળ્યા છે. હેલ્થ કેર વર્કર્સનું કહેવું છે કે કોરોના વેક્સીનના બંને ડોઝ લેવાને કારણે આ વખતે ચેપનું જાેખમ બહુ વધારે નથી. તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં છૈંૈંસ્જીના ૧૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત જાેવા મળ્યા છે. જેમાં ડોકટર્સની સાથે નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. આ સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર પણ વાયરસથી સંક્રમિત થયા છે. નવા પ્રાઈવેટ વોર્ડનો મોટો હિસ્સો કોરોના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યો છે.
