નવીદિલ્હી
દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સાથે સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. હવે આ કેસમાં આજે એટલે સોમવારે સીએમ કેજરીવાલે એક મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, મનીષ સિસોદીયાના ધરપકડ થઈ શકે છે અને કદાચ મારી પણ ધરપકડ કરવામાં આવે. આ સાથે જ દિલ્હી સીએમ કહ્યું કે, દારૂ નીતિઓમાં ઘણી બધી ઉણપો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ગુજરાતની જનતા સાથે ચૂંટણીને લઈને અનેક વાયદાઓ કર્યા તેની સાથે બીજેપી ઉપર પ્રહારો પણ કર્યા છે. દારૂ કૌભાંડમાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાથી સીબીઆઈની પૂછપરછને લઈને કેજરીવાલે કહ્યું કે તેમના વિરૂદ્ધ આ કાર્યવાહી ગુજરાત ચૂંટણીના કારણે થઈ રહી છે અને બની શકે છે કે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે, તેમની સાથે કદાચ હું પણ એરેસ્ટ થઈ શકું છું. દિલ્હીના સીએમ અને ડિપ્ટી સીએમ બંનેએ જનતા સાથે અનેક ચૂંટણી લગતા વાયદાઓ કર્યા છે. તેમણે કહ્યું છે કે, દુનિયાના સૌથી બેસ્ટ શિક્ષા મંત્રી પોતાની સાથે લાવ્યો છું, જેમનો ઉલ્લેખ અમેરિકાના સૌથી મોટા સમાચાર પત્રમાં પણ થયો છે. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપીશું. તેમણે કહ્યું કે ગુજરાતમાં એક કરોડ બાળકો શાળામાં જઈ રહ્યાં છે, જેમના સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. જાે આ વખતે ફરીથી બીજેપીને તક આપવામાં આવશે તો આગામી પાંચ વર્ષ બર્બાદ થઈ જશે. તેમણે જનતાને કહ્યું કે જાે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં અહીં સરકાર બનાવે છે તો તેઓ ગુજરાતના શહીદ પરિવારોને એક કરોડ રૂપિયા આપશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જાે અમે સરકારમાં આવીશું તો ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓને સસ્તી અને સુલભ બનાવીશું. ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે ભારતને વિકસિત દેશ બનાવવા માટે શિક્ષાની ખુબ જ જરૂરત છે. દિલ્હીમાં જન્મનાર દરેક બાળક માટે સારી શિક્ષાની વ્યવસ્થા છે અને ગુજરાતમાં પણ સારૂ શિક્ષણ દરેક બાળકનું અધિકાર છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે માનનીય કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતમાં દરેક બાળક માટે શાનદાર શિક્ષણ વ્યવસ્થા કરીશું. તેમણે જનતાને અપીલ કરી કે અરવિંદ કેજરીવાલ તરફથી શિક્ષણની ગેરંટીના રૂપમાં અરવિંદ કેજરીવાલ જીને એક તક આપો. તે સાથે જ તેમણે ગુજરાતમાં ફ્રિ અને શાનદાર શિક્ષણ આપવાનું વચન આપ્યું.
