Delhi

મને આ કેસમાંથી હટાવો,વિજય માલ્યા સાથે કોઈ કોન્ટેક્ટ નથી થતોઃ વિજય માલ્યાનો વકીલ

નવીદિલ્હી
બિઝનેસ મેન વિજય માલ્યના વકીલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે, તેમને એક કેસમાં માલ્યના પ્રતિનિધિત્વ કરવાથી મુક્ત કરવામાં આવે. કારણ કે તેનો હાલમાં બ્રિટનમાં રહેતા બિઝનેસમેન સાથે કોઈ સંપર્ક થતો નથી. જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની પીઠને વકીલે કહ્યું કે, હું આ કેસમાંથી હટવા માગુ છું. મને આ વ્યક્તિ પાસેથી કોઈ નિર્દેશ નથી મળી રહ્યા. પીઠ સ્ટેટ બેંકની સાથે મૌદ્રિક વિવાદના સંબંધમાં માલ્યા તરફથી દાખલ કરવામાં આવેલી બે વિશેષ અનુમતી અરજી પર વિચાર કરી રહી હતી. બેન્ચે વકીલને કેસમાંથી હટાવાની પ્રક્રિયાનુ પાલન કરવાની મંજૂરી આપી દીધી છે. તેને કોર્ટની રજીસ્ટ્રીને માલ્યાના ઈમેલ આઈડી અને હાલના આવાસીય સરનામા વિશે સૂચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે જૂલાઈમાં વિજય માલ્યાને આદેશોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કોર્ટની અવમાનના કરવાના આરોપમાં ૪ મહિના કેદની સજા સંભળાવી હતી. કોર્ટે ભારત સરકારના અધિકારીઓને દેશમાં માલ્યાની હાજરી નક્કી કરવા માટે પણ ઓર્ડર આપ્યા છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે આ મામલામાં સજાનો સમય નક્કી કરવાની સાથે પોતાના ર્નિણય આ વર્ષે ૧૦ માર્ચે સુરક્ષિત રાખ્યો હતો. અને ટિપ્પણી કરી હતી કે માલ્યા વિરુદ્ધ સુનાવણીમાં હવે કોઈ પ્રગતિ થઈ શકશે નહીં. માલ્યાને અવમાનના માટે ૨૦૧૭માં દોષિત ઠેરવ્યો હતો. વડી અદાલતે ૨૦૧૭માં ર્નિણય પર ફેરવિચારણ કરીને માલ્યા તરફથી દાખલ કરવામાં આવેલી ફેરવિચારણા અરજી ૨૦૨૦માં રદ કરી દીધી હતી. માલ્યા માર્ચ ૨૦૧૬થી બ્રિટનમાં રહી રહ્યો છે. ૧૮ એપ્રિલ ૨૦૧૭થી સ્કોલેન્ડ યાર્કે પ્રત્યર્પણ વોરન્ટ પર તેને જામીન આપ્યા હતા.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *