Delhi

મને કોઈ ટેન્શન નથી, મારી પાસે માહી ભાઈ છે ઃ રવિન્દ્ર જાડેજા

નવીદિલ્હી
આઇપીએલ શરૂ થવાના માત્ર ૨ દિવસ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. ધોનીએ અચાનક ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી. ચેન્નાઈને ચાર આઈપીએલ ખિતાબ જીતાડનાર ધોનીએ હવે ટીમની કમાન રવિન્દ્ર જાડેજાને સોંપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે છેલ્લા ૧૦ વર્ષથી આ ટીમ સાથે જાેડાયેલો છે. આઇપીએલ ૨૦૨૨ માટે ચેન્નાઈએ જાડેજાને નંબર વન પર જાળવી રાખ્યો હતો, તેથી આ ખેલાડીનું કેપ્ટન બનવું આશ્ચર્યજનક નથી. બાય ધ વે, ચેન્નાઈના કેપ્ટન બન્યા બાદ જાડેજાએ પણ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. જાડેજાએ કહ્યું કે કેપ્ટનશિપ મળવાથી તેના પર કોઈ દબાણ નથી કારણ કે ધોની તેની સાથે છે. પ્રેક્ટિસ દરમિયાન કેપ્ટન બન્યા બાદ રવિન્દ્ર જાડેજા પાસેથી પહેલું રિએકશન લેવામાં આવ્યું હતુ. ચેન્નાઈ સુપર કિંગ્સે જાડેજાનો વીડિયો ટ્‌વીટ કર્યો છે. જેમાં ચેન્નાઈના નવા કેપ્ટને કહ્યું કે, ‘હું સારું અનુભવી રહ્યો છું પરંતુ મારા પર રમવાની મોટી જવાબદારી છે. માહી ભાઈએ એક વિશાળ વારસો છોડ્યો છે અને મારે તેને આગળ લઈ જવો છે. રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, કેપ્ટનશિપ મળ્યા બાદ તેને કોઈ ટેન્શન નથી કારણ કે ધોની તેની સાથે ઉભો છે. જાડેજાએ કહ્યું, ‘મારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ધોની અહીં છે. મારા મનમાં જે પણ પ્રશ્ન હશે, હું ધોની પાસે જતો રહીશ. તમારા પ્રેમ બદલ આભાર. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને જાડેજાને કેપ્ટન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વનાથનને આશા છે કે રૈનાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સારું પ્રદર્શન કરશે. જાડેજા તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે અને ધોનીનું માર્ગદર્શન તેની સાથે છે. તેમજ જાડેજા ટીમના કલ્ચરને સારી રીતે સમજે છે.

Ravidra-Jadeja-CSK.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *