Delhi

મન સમર્પિત…તન સમર્પિત ઔર યે જીવન સમર્પિત ઃ વડાપ્રધાન નરેન્દ્રમોદી

નવીદિલ્હી
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પીએમ મોદી સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે જમ્મુ કશ્મીરના કારગિલમાં પહોંચ્યાં હતાં. જ્યારં પ્રધાનમંત્રી મોદીએ સેનાના જવાનોને મળીને કહ્યું કે, ભારતીય સેના જ મારો પરિવાર છે. અને મારું સૌભાગ્ય છેકે, હું અત્યારે એમની સાથે દિવાળી ઉજવી રહ્યો છું. આનાથી સારી દિવાળીની ઉજવણી હોઈ જ ન શકે. આ સાથે જ તેમણે કારગિલના યુદ્ધના સમય સાથે જાેડાયેલી પોતાની કેટલીક યાદો પણ તાજી કરી. કારગિલમાં જ્યારે સેનાના જવાનોએ પીએમ મોદીનો કારગિલ યુદ્ધ સમયે જવાનોની સેવા કરતો ફોટો તેમને બતાવ્યો ત્યારે તેઓ ભાવુક થઈ ગયાં. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુંકે, કારગિલ સાથે જાેડાયેલી મારી યાદો હું ક્યારેય નહીં ભૂલી શકું. કારગિલના યુદ્ધ વખતે મને ભારતીય સેનાને નજીકથી જાણવાનો મોકો મળ્યો હતો. કારણકે, હું અને તેમની સેવામાં આવ્યો હતો. એ સમયે ચારેય કોર બસ વિજયઘોષ હતો. ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. એ સમયને સુંદર પંક્તિઓમાં વણીને પ્રધાનમંત્રીએ પોતાનું જીવન પણ દેશને નામ હોવાનું જણાવ્યું. પીએમ મોદીએ સેનાના જવાનોને સંબોધતા જણાવ્યુંકે, મન સમર્પિત…તન સમર્પિત ઔર યે જીવન સમર્પિત, કહ્યું મારો પરિવાર છે ભારતીય સેના. પ્રધાનમંત્રીએ જવાનોને સંબોધતા જણાવ્યુંકે, આપણું એ માત્ર એક ભૌગોલિક ભૂભાગ નથી. ભારત એક જીવંત વિભૂતિ છે. ભારત એક અમર અસ્તિત્વ છે. અને ભારતીય સેના આ મહાન દેશનું રક્ષા કવચ છે. તમારા અસીમ સાહસની આગળ તો અનંત આકાશ અને અસીમીત સાગર પણ ઘૂંટણ ટેકે છે. ભારતીય સેનાના ગગનચૂંબી સાહસ સામે દુશ્મન વામણા છે. તમે દેશની રક્ષાનો મજબૂત સ્તંભ છો. તમે છો તેથી દેશની અંતર દેશવાસીઓ શાંતિથી રહી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, દેશ સુરક્ષિત ત્યારે જ હોય જ્યારે બોર્ડર સુરક્ષિત હોય. છેલ્લાં સાત આઠ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાનો ગ્રાફ વધ્યો. દેશમાં યુવાઓનું મહત્ત્વ. બે દિવસ પહેલાં જ ઈસરોએ ઈન્ટરનેટનો વિસ્તાર કરનારા ૩ ડઝન સેટેલાઈટ લોંચ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અંતરિક્ષમાં ભારત પોતાનો સિક્કો જમાવી રહ્યો છે. યુક્રેનમાં લડાઈ થઈ ત્યારે આપણો તિરંગો ત્યાં ફસાયેલાં ભારતીયોનો સુરક્ષા કવચ બન્યો હતો. દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે. વૈશ્વિક સ્તર પર ભારતની વધતી ભુમિકા સૌની સામે છે. ભારત પોતાની બહારના અને અંદર બન્ને દુશમનો સામે બે મોરચે લડી રહ્યું છે. તમે સીમા પર કવચ બનીને લડો છો. દેશના દુશ્મનો વિરુદ્ધ કડક કાર્રવાઈ કરાઈ રહી છે. બોર્ડર પર હવે દેશની તાકાત વધી છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યુંકે, નકશલવાદ હવે સીમિત થઈ રહ્યો છે. દેશ ભ્રષ્ટાચાર સામે પણ નિર્ણાયક યુદ્ધ લડી રહ્યો છે. ભ્રષ્ટાચારી ગમે તેટલો તાકાતવાર કેમ ન હોય હવે તે બચી નથી શકતો. બચશે પણ નહીં. કુશાસને લાંબા સમય સુધી દેશના સામરથ્યને સિમિત રાખ્યો. આજે અમે એ બધી જુની કમીઓને દૂર કરી રહ્યાં છીએ. હવે મોટા મોટા ર્નિણયો ઝડપથી લાગૂ કરવામાં આવે છે. ટેકનોલોજીના દૌરમાં ભવિષ્યના યુદ્ધનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. અમે એ જાેઈને સૈન્ય તાકાતને તૈયાર કરી રહ્યાં છીએ. સેનામાં મોટા પરિવર્તન અને સુધારની જરૂર છે. સેનામાં સારું તાલમેલ હોય તેના માટે કામ થઈ રહ્યું છે. સીડીએસ જેવા સંસ્થાનનું એના માટે તૈયાર કરાયું છે. સીમા પર આધુનિક નેટવર્ક ઊભા કરાયા છે. દેશમાં અનેક સૈનિક સ્કૂલ ખોલવામાં આવે છે. બેટીઓ માટે પણ સૈન્ય સંસ્થાનોને ખોલી દેવામાં આવી છે. બેટીઓના આવવાથી આપણી તાકાતમાં વૃદ્ધિ થશે. દેશની સુરક્ષાનો સૌથી મહત્ત્વપૂર્ણ પહેલું આત્મ ર્નિભર ભારત છે. ભારતીય સેનાઓ પાસે આધુનિક સ્વદેશી હથિયારો હશે. પીએમ મોદીએ જણાવ્યુંકે, વિદેશી હથિયારો પર આપણી ર્નિભરતા ઓછી થાય તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. ૪૦૦ થી વધારે પ્રકારના હથિયારોનું નિર્માણ હવે ભારતમાં થશે. ભારતનો જવાન જ્યારે પોતાના દેશમાં બનેલાં હથિયારથી લડશે ત્યારે તેનો વિશ્વાસ વધશે. ત્યારે જવાનના મનમાં દુશ્મન માટે સરપ્રાઈઝ એલિમેન્ટ હશે અને તેમનું સાહસ પણ વધશે. સામાન્ય નાગરિકો પણ લોકલથી વોકલ થઈ રહ્યાં છે અને લોકલને ગ્લોબલ બનાવવા પ્રયાસ ચાલુ છે. બ્રમોસ જેવા રક્ષા સામાન શક્તિનો પર્યાય છે. ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી મોદીએ આજે ૯મી વાર સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૭માં જમ્મુ કાશ્મીરના ગુરેઝમાં, ૨૦૧૮માં ઉત્તરાખંડના હર્ષિલમાં, ૨૦૧૯માં જમ્મુ કશ્મીરના રાજૌરીમાં, ૨૦૨૦માં રાજસ્થાનના જેસલમેરમાં, ૨૦૨૧માં જમ્મુ કાશ્મીરના નૌશેરામાં અને આ વખતે વર્ષ ૨૦૨૨ જમ્મુ કાશ્મીરમાં કારગિલ ખાતે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *