નવીદિલ્હી,
રાષ્ટ્રપતિ ચૂંટણીની જાહેરાતની સાથે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી સત્તામાં રહેલી એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સક્રિય થઈ ગયા છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ૧૮ જુલાઈએ મતદાન અને ૨૧ જુલાઈએ મત ગણતરી થવાની છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક છે, તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલ કરી છે. તેમણે વિભાજનકારી તાકાતો વિરુદ્ધ મજબૂત અને પ્રભાવી વિપક્ષ માટે ૧૫ જૂને કોન્સ્ટીટ્યૂશન ક્લબ દિલ્હીમાં એક સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે વિપક્ષી મુખ્યમંત્રીઓ અને નેતાઓને પત્ર લખ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલ, કેરલના સીએમ પિનારાઈ વિજયન, નવીન પટનાયક, તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના એમકે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે વિપક્ષી મુખ્યમંત્રીઓ અને નેતાઓની યાદી પ્રમાણે ૧. અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી, દિલ્હી), ૨. પિનરાઈ વિજયન (મુખ્યમંત્રી, કેરળ), ૩. નવીન પટનાયક (મુખ્યમંત્રી, ઓડિશા), ૪. કલવકુંતલા ચંદ્રશેખર રાવ (મુખ્યમંત્રી, તેલંગાણા), ૫. એમકે સ્ટાલિન (મુખ્યમંત્રી, તમિલનાડુ), ૬. ઉદ્ધવ ઠાકરે (મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર), ૭. હેમંત સોરેન (મુખ્યમંત્રી, ઝારખંડ), ૮. ભગવંત સિંહ માન (મુખ્યમંત્રી, પંજાબ), ૯. સોનિયા ગાંધી (પ્રમુખ, કોંગ્રેસ), ૧૦. લાલુ પ્રસાદ યાદવ (પ્રમુખ, આરજેડી), ૧૧. ડી. રાજા (સેક્રેટરી જનરલ, ઝ્રઁૈં), ૧૨. સીતારામ યેચુરી (સેક્રેટરી જનરલ, ઝ્રઁૈંસ્), ૧૩. અખિલેશ યાદવ (પ્રમુખ, સમાજવાદી પાર્ટી), ૧૪. શરદ પવાર (પ્રમુખ, દ્ગઝ્રઁ), ૧૫. જયંત ચૌધરી (રાષ્ટ્રીય પ્રમુખ, ઇન્ડ્ઢ), ૧૬. એચડી કુમારસ્વામી (કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન), ૧૭. એચડી દેવગૌડા (સ્ઁ, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન), ૧૮. ફારૂક અબ્દુલ્લા (ચેરમેન, ત્નદ્ભદ્ગઝ્ર), ૧૯. મહેબૂબા મુફ્તી (ચેરમેન, પીડીપી), ૨૦. એસ. સુખબીર સિંહ બાદલ (પ્રમુખ, શિરોમણી અકાલી દળ), ૨૧. પવન ચામલિંગ (પ્રમુખ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ), ૨૨. કે એમ કાદર મોહિદ્દીન (પ્રમુખ, ૈંેંસ્ન્).
