નવીદિલ્હી
લખનઉના મોહનલાલગંજમાં ખેડૂત પ્રદીપની હત્યા મામલે ખેડૂત પ્રદીપ યાદવના ૧૦ વર્ષના પુત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં માસૂમે જણાવ્યું કે કેવી રીતે માતા અને તેના પ્રેમીએ પિતાની હત્યા કરી. જે બાદ પોલીસે મૃતકની પત્ની જ્યોતિ અને તેના પ્રેમી રંગોલી સિંહ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે જ્યોતિની ધરપકડ કરી છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ રંગોલી હજુ ફરાર છે. મૃતકના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે, માતા અને મામા રવિવારે રાત્રે ઘરે આવ્યા હતા. તેઓએ પિતા પર હુમલો કર્યો અને પછી તેને પંખાની હૂકથી લટકાવી દીધો. આ કેસમાં પોલીસ અગાઉ તેને આત્મહત્યાનો કેસ ગણાવતી હતી. પરંતુ પુત્રની નિવેદન બાદ હત્યાનો ગુનો નોંધાયો છે. પ્રદીપ અને જ્યોતિના લગ્ન ૧૧ વર્ષ પહેલા થયા હતા. બંનેને ત્રણ બાળકો હતા. શરૂઆતમાં પ્રદીપ ઈ-રિક્ષા ચલાવતો હતો. બાદમાં તેમણે ખેતી શરૂ કરી હતી. જ્યોતિ અને પ્રદીપ વચ્ચે અવારનવાર તેના મોઢે બોલાતા ભાઈ રંગોલીને લઈને વિવાદ થતો હતો. એક મહિના પહેલાં પ્રદીપે જ્યોતિને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ તે રંગોલી સાથે રહેતી હતી. રવિવારે રાત્રે રંગોલી અને જ્યોતિ ઘરે પહોંચ્યા હતા અને પ્રદીપને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશને હૂકથી લટકાવી દીધી હતી. જે સમયે આ બધું થઈ રહ્યું હતું, ત્યારે તેનો દીકરો બધું જાેઈ રહ્યો હતો. સવારે જ્યારે દીકરો પાડોશીઓ પાસે પહોંચ્યો અને કહ્યું કે, પિતાને કંઈક થઇ ગયું છે. ત્યારે પાડોશીઓ પહોંચ્યા તો પ્રદીપની લાશ લટકતી જાેવા મળી હતી. આ પછી પ્રદીપનો ભાઈ મહેન્દ્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભત્રીજા પાસેથી સંપૂર્ણ માહિતી લીધી હતી. જે બાદ પુત્ર આર્યને જણાવ્યું કે, માતા અને મામા રવિવારે રાત્રે આવ્યા હતા. તેઓએ તેમના પિતા પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેને બીજા ઓરડામાં ઢસડી ગયા હતા. જ્યારે તેણે બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ તેને અને તેની નાની બહેનને ઓરડામાં બંધ કરી દીધી હતી. પુત્ર આર્યન અને તેની નાની બહેન લાડો આઠ કલાક સુધી પિતાના લટકતા મૃતદેહ પાસે બેઠા હતા. ડરના કારણે રાત્રે બંને ઘરની બહાર ન નીકળ્યા. સવારે આર્યન રડતો રડતો પાડોશીઓ પાસે પહોંચ્યો. ઈન્સ્પેક્ટર કુલદીપ દુબેએ જણાવ્યું કે, પ્રદીપના ભાઈ મહેન્દ્રના તહરીર અને દીકરાના નિવેદનના આધારે જ્યોતિ અને રંગોલી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
