Delhi

મહાનગર ગેસ લિમિટેડે ગેસની કિંમત વધારતા સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો

નવીદિલ્હી
સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. ખરેખર મહાનગર ગેસ લિમિટેડે ઁદ્ગય્ અને ઝ્રદ્ગય્ની કિંમતોમાં સુધારો કર્યો છે. હવે રસોઈ બનાવવી અને કાર ચલાવવી બંને મુંબઈકરોને મોંઘા પડશે. મહાનગર ગેસે ઓટો ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૩.૫નો વધારો કર્યો છે, જ્યારે પાઈપવાળા રાંધણ ગેસના ભાવમાં પ્રતિ એસસેમીમાં રૂ. ૧.૫નો વધારો કરવામાં આવ્યો છે. વધેલા દરો આજે મધ્યરાત્રિ (૫ નવેમ્બર)થી લાગુ થશે. એમજીએલની વેબસાઈટ અનુસાર હાલમાં મુંબઈમાં સીએનજીનો ભાવ રૂ. ૮૬ પ્રતિ કિલો છે અને પીએનજીનો ભાવ રૂ. ૨૪.૬૫ પ્રતિ કિલો છે. અગાઉનો વધારો ઓગસ્ટ મહિનામાં અસરકારક થયો હતો, જ્યારે સ્ય્ન્એ ઝ્રદ્ગય્ના છૂટક ભાવમાં રૂ. ૬ પ્રતિ કિલો અને ઁદ્ગય્ના રિટેલ મુલ્યમાં રૂ. ૪/જષ્ઠદ્બનો વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી સ્થાનિક અને આયાતી કુદરતી ગેસના ભાવમાં ૧૧૦ ટકાથી વધુનો વધારો કર્યો છે. તે જ સમયે રાજ્ય દ્વારા આ ઇંધણ પરનો વેટ ૧૩.૫ ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કરવામાં આવ્યો છે. ઉર્જા ક્ષેત્રને ઉદાર બનાવવા છતાં, સરકાર હજુ પણ કુદરતી ગેસના ભાવ અને પુરવઠા બંનેને મોટા ભાગે નિયંત્રિત કરે છે. વર્ષમાં બે વાર કિંમતો અને પુરવઠાની ફાળવણી અગાઉથી નક્કી કરવામાં આવે છે. ૧ એપ્રિલનો વધારો સપ્ટેમ્બરના અંત સુધી માન્ય છે અને આગામી સુધારો ૧ ઓક્ટોબરથી જાહેર કરવામાં આવે છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *