Delhi

મહામારી બાદ અમે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવ્યો ઃ પીએમ

નવીદિલ્હી
બ્રિક્સ વ્યાપાર મંચના ઉદ્‌ઘાટન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મહામારીથી ઉભી થયેલી આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે અમે ભારતમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવ્યો અને તેનું પરિણામ ભારતીય અર્થવ્યવસ્થાના પરફોર્મેંસથી સ્પષ્ટ છે. આ વર્ષે અમે ૭.૫ ટકા ગ્રોથની આશા કરી રહ્યાં છીએ જે અમને ફાસ્ટેસ્ટ ગોઇંગ મેજર ઇકોનોમી જણઆવે છે. તેમણે કહ્યું કે બ્રિક્સ બિઝનેસ ફોરમ અમારા સ્ટાર્ટઅપના આદાન-પ્રદાન માટે એક પ્લેટફોર્મ વિકસિત કરે. પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશ પોસ્ટ કોવિડ રિકવરી પર ફોકસ કરી રહ્યો છે, ત્યારે બ્રિક્સ દેશોની ભૂમિકા એકવાર ફરી ખુબ મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે બ્રિક્સની સ્થાપના તે વિશ્વાસથી થઈ હતી કે ઇમર્જિંગ ઇકોનોમિક્સનો આ સમૂહ વૈશ્વિક ગ્રોથના એન્જિનના રૂપમાં ઉભરી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- અમે સ્પેસ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન હાઇડ્રોજન, ડ્રોન્સ, જેવા ઘણા ક્ષેત્રોમાં ઇનોવેશન ફ્રેન્ડલી પોલિસી બનાવી છે. આજે ભારતમાં ઇનોવેશન માટે વિશ્વ માટે સૌથી ઉત્તમ ઇકો સિસ્ટમ છે જે ભારતીય સ્ટાર્ટઅપની વધતી સંખ્યામાં દેખાડે છે. પીએમ મોદીએ કહ્યુ- ન્યૂ ઈન્ડિયા દરેક સેક્ટરમાં ટ્રાન્સફોર્મેટિવ ફેરફાર થઈ રહ્યાં છે. સરકારે ઈઝ ઓફ લિવિંગ, પીએમ ગતિ શક્તિની સાથે પાયાનું નિર્માણ, ડિજિટલ પરિવર્તન અને ડિજિટલ અર્થવ્યવસ્થા પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે ૨૦૨૫ સુધી ભારતના ડિજિટલ ક્ષેત્રનું મૂલ્ય ઇં૧ ટ્રિલિયન મેલ્યૂએશનને પાર કરી જશે.

India-BRICS-Business-Forum-PM-Modi-speaks-After-the-epidemic-he-adopted-the-mantra-of-Reform-Perform-and-Transform.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *