Delhi

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું રાજકારણ ફરી ગરમાયુ

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારને ઈમ્પીરીયલ ડેટા એકત્ર કરવા માટે કહ્યું હતું. તેના વિશે અત્યાર સુધી એકત્ર કરેલી જાણકારીઓ સરકાર આજે કોર્ટની સામે રજૂ કરી શકે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સ્થાનીક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી અનામત રદ કરવાથી ખાલી સીટો પર ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો પણ આ સીટો પર ઓપન કેટેગરીથી ચૂંટણી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યના પક્ષોને ઓબીસી મતદારોની નારાજગીનો ભય હતો. આ પછી અલગ-અલગ પક્ષોએ નક્કી કર્યું કે જ્યાં સુધી રદ કરાયેલી રાજકીય અનામત ફરીથી લાગુ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના તમામ ર્ંમ્ઝ્ર કેટેગરીના ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારશે. આ તમામ અંદાજાેની વચ્ચે આવતીકાલે મતદાન થવાનું છે. હવે જાેવાનું એ રહેશે કે કોર્ટની સુનાવણીમાં શું અપડેટ બહાર આવે છે. કોરોના સંકટની વચ્ચે કોર્ટનું કામકાજ ઓનલાઈન પદ્ધતિ દ્વારા ચાલી રહ્યું છે. તેથી આજની સુનાવણી ઓનલાઈન થવાની છે. તેની વચ્ચે રાજ્ય સરકાર ઈમ્પીરીયલ ડેટા એકત્ર કરવાના મુદ્દા પર કોર્ટ સામે શું દલીલી કરે છે, તે જાેવાનું રહેશે.સુપ્રીમ કોર્ટમાં ઓબીસી રાજકીય અનામતને લઈ આજે મહત્વની સુનાવણી છે. આ સુનાવણી પર તમામ લોકોની નજર છે. મહારાષ્ટ્રમાં ઓબીસી રાજકીય અનામત વગર જ નગર પંચાયતની ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણી સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ થઈ રહી છે. નગર પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ઓબીસી માટે રાજકીય અનામતની તરફેણમાં શું દલીલો રજૂ કરશે, તે જાેવાનું રહેશે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ઓબીસી રાજકીય અનામત વગર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ નથી. સાથે જ કેન્દ્ર સરકાર પણ ઈમ્પીરીયલ ડેટા અંગે કોર્ટ સમક્ષ જે દલીલો રજૂ કરવામાં આવી છે, તેને લઈને પણ કોર્ટ આજે કોઈ નિર્દેશ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી રાજકીય અનામતને રદ કરી દીધી છે. સાથે જ તે પણ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ સંજાેગોમાં અનામતની મહત્તમ મર્યાદા ૫૦ ટકાથી વધી ન શકે. આ સિવાય સુપ્રીમ કોર્ટે રાજ્યને ર્ંમ્ઝ્ર અનામતના દાવાની તરફેણમાં ઈમ્પીરીયલ ડેટા એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. ઈમ્પીરીયલ ડેટાથી સ્પષ્ટ થશે કે રાજ્યમાં કોઈપણ જાતિને પછાત કેમ ગણવી જાેઈએ? જાે તે પછાત છે તો તેની ચોક્કસ સંખ્યા કેટલી છે? એટલે કે ચોક્કસ ટકાવારી અનામતની માગણી કયા આધારે કરવામાં આવી રહી છે? રાજ્ય સરકાર તેના માટે સમય માંગી રહી છે અને કેન્દ્ર સરકાર પાસે આગ્રહ કરી રહી છે કારણ કે તેમની પાસે વસ્તી ગણતરીના આંકડા છે. તેનાથી તે ઈમ્પીરીયલ ડેટા ઉપલબ્ધ કરવામાં મદદ કરે. બીજી તરફ કેન્દ્ર તરફથી જાતિ ગણતરી પર પ્રતિબંધ છે, એટલે કે જ્યાં સુધી ઈમ્પીરીયલ ડેટા એકત્રિત ન કરી શકાય ત્યાં સુધી રાજકીય રીતે પછાત વર્ગ કેવી રીતે ગણી શકાય? ત્યારે અનામત કયા આધારે આપવી જાેઈએ? અને જાે પછાત ગણાય તો પણ તેમને કેટલા ટકા અનામત આપવી તે કેવી રીતે નક્કી કરવું?

Suprim-Court-of-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *