Delhi

મિની પાકિસ્તાન છે દિલ્હીનું શાહીનબાગ ઃ ભાજપ નેતા

નવીદિલ્હી
દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ દબાણ હટાવો કાર્યવાહીનું સમર્થન કરતા શાહીનબાગને મિની પાકિસ્તાન ગણાવ્યું છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યુ કે શાહીન બાગ હોય કે જગાંગીરપુરી કે સીમાપુરી આ બધા ગેરકાયદેસર ધંધા, ગેરકાયદેસર નિર્માણ અને ગેરકાયદેસર ઘુષણખોરીના અડ્ડા છે. એમસીડીના દબાણ હટાવો અભિયાન માટે શાહીન બાગમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન ત્યાં પહોંચ્યા અને તેમણે કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ સિવાય કોંગ્રેસ અને લેફ્ટના નેતા પણ ત્યાં પહોંચી ગયા હતા. તો લોકો પણ કાર્યવાહીનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. ત્યારબાદ એમસીડીના બુલડોઝર પરત ફરી ગયા હતા. તો કેટલાક લોકોએ ખુદના ગેરકાયદેસર દબાણ હટાવવાના શરૂ કરી દીધા હતા. એમસીડીની કાર્યવાહીનો સ્થાનીક લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ એમસીબી વિરુદ્ધ નારેબાજી કરી હતી. પોલીસે પ્રદર્શન કરી રહેલાં લોકોને હટાવ્યા અને અટકાયત કરી હતી. મહત્વનું છે કે શાહીન બાગમાં જે દુકાનોની આગળનો ભાગ ગેરકાયદેસર છે તેના પર કોર્પોરેશને કાર્યવાહી કરવી છે. આ પહેલાં પોલીસનો સાથ ન મળતા એમસીડીએ કાર્યવાહી કરી નહોતી, પરંતુ સોમવારે શાહીન બાગના એચ બ્લોકમાં બુલડોઝર સાથે કેટલાક ટ્રક પણ પહોંચ્યા હતા. પૂરતી સંખ્યામાં સુરક્ષા ન હોવાને કારણે હાલ કાર્યવાહી ટાળી દેવામાં આવી છે. દિલ્હીમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સોમવારે શાહીનબાગમાં કાર્યવાહી થવાની હતી. પરંતુ હાલ તે કાર્યવાહીને રોકી લેવામાં આવી છે. આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. શાહીનબાગમાં બુલડોઝરની કાર્યવાહીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં સર્વોચ્ચ કોર્ટે અરજી કરનારને હાઈકોર્ટમાં જવાનું કહ્યું છે. હવે શાહીનબાગ પર ભાજપના નેતાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

Delhi-sahibag-Bjp-Leader-Says-Delhi-Sahibagh-is-a-Mini-pakistan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *