Delhi

મીડિયા રિપોર્ટ પર ભડક્યા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટમાં એક મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે મીડિયા પર આકરી ટિપ્પણી કરતા કહ્યુ કે જજાેને ટાર્ગેટ કરવાની પણ એક મર્યાદા હોય છે. જજાે તરફથી મામલાની સુનાવણી ન કરવા સાથે જાેડાયેલા એક મીડિયા રિપોર્ટને લઈને તેમણે ટિપ્પણી કરી છે. હકીકતમાં વકીલ તરફથી મેન્શન એક કેસમાં માંગ કરવામાં આવી રહી હતી કે ઈસાઈયો વિરુદ્ધ હિંસા અને હુમલા વિરુદ્ધ દાખલ કેસનું લિસ્ટિંગ કરી લેવામાં આવે. તેના પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે મેં તો આ સંબંધમાં એક સમાચાર વાંચ્યા હતા કે કેસને સુનાવણી માટે લેવામાં આવ્યો નથી. ત્યારબાદ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ, ‘જજાેને એક બ્રેક આપો. હું કોરોનાથી પીડિત હતો તેથી આ મામલો સ્થગિત થઈ ગયો હતો. મેં સમાચાર વાંચ્યા કે જજ આ કેસને લઈ રહ્યાં નથી. અમને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ છે’ આ મામલાની સુપ્રીમ કોર્ટમાં ૧૫ જુલાઈએ સુનાવણી થવાની હતી, પરંતુ બેંચ ઉપલબ્ધ ન હોવાને કારણે થઈ શકી નહીં. આ અરજી બેંગલોરના બિશપ ડો. પીટર મૈકાડો તરફથી દાખલ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશભરમાં ઈસાઈ પાદરિયો અને તેની સંસ્થાઓ પર હુમલા અને તેના વિરુદ્ધ હિંસાની ઘટનાઓ ઝડપથી વધી છે. તેમના તરફથી દાખલ અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી કે તે ઈસાઈયો વિરુદ્ધ ચાલી રહેલી હિંસાને રોકવા માટે તંત્ર અને રાજ્ય સરકારોને આદેશ આપે. બિશપનું કહેવું હતું કે ઈસાઈયો વિરુદ્ધ થઈ રહેલી હિંસક ઘટનાઓની તપાસ માટે એસઆઈટીની રચના થવી જાેઈએ અને તેના સભ્યો તે રાજ્યની બહારના હોવા જાેઈએ, જ્યાંનો તે કેસ છે. એટલું જ નહીં તેમનું કહેવું હતું કે ઘણા મામલામાં એસઆઈટીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો, પરંતુ પીડિતો વિરુદ્ધ જ કાઉન્ટર એફઆઈઆર દાખલ કરાવી દેવામાં આવી. નોંધનીય છે કે પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ મીડિયા પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે આજકાલ એજન્ડાની સાથે ડિબેટ કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને ટીવી મીડિયા અને સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે અહીં ખોટી જાણકારી કે અડધુ સત્ય પીરસવામાં આવે છે, જે લોકતંત્રને બે ડગલા પાછળ લઈ જાય છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *