Delhi

‘મેં અટલ હૂ’ ફિલ્મ ક્યારે અને ક્યા જાેવા મળશે જાણી લો

નવીદિલ્હી
‘મેં અટલ હૂં’ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જીંદગી પર આધારિત હશે. આ ફિલ્મમાં બોલીવુડના એક્ટર પંકજ ત્રિપાઠી વાજપાયીજીનું પાત્ર ભજવતાં જાેવા મળ્યા. ‘મેં અટલ હૂં’ ફિલ્મનું મોશન પોસ્ટર પૂર્વ પ્રધાનમંત્રીની જયંતિ અને ક્રિસમસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ મોશન પોસ્ટરમાં પંકજ ત્રિપાઠીના અદભૂત રૂપને નેટીઝન્સને હચમચાવી દીધા છે. તો બીજી તરફ ઉંચા લલાટ, પહોળી ભ્રમર પર તેજ જાેઇને લોકોમાં ફિલ્મ માટે અત્યારથી એક્સાઇટમેન્ટ જાેવા મળી રહી છે. બોલીવુડ એક્ટર પંકજ ત્રિપાઠીએ ટિ્‌વટર પર લખ્યું ‘શ્રી અટલ બિહારી વાજપાયીજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મને સંયમથી મારા વ્યક્તિમત્વ પર કામ કરવું જરૂરી છે, એ હું જાણું છું. સ્ફૂર્તિ અને મનોબળના આધારે હું નવી ભૂમિકાને ન્યાય આપી શકીશ આ અટલ વિશ્વાસ મને છે. મેં અટલ હૂ સિનેમાઘરોમાં, ડિસેમ્બર ૨૦૨૩.’ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીના અવતારમાં પંકજ ત્રિપાઠીને ઓળખવા મુશ્કેલ છે. ધોતી-કુર્તા અને પ્રોસ્થેટિક્સવાળા જેકેટમાં પંકજ ત્રિપાઠી બિલકુલ વાજપાયીજી જેવા લાગે છે. પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં લખ્યું, ‘ન કભી કહી ડગમગાયા, ન કભી કહી સર ઝુકાયા, મેં એક અનોખા બલ હૂ, મેં અટલ હૂ’ પંકજ ત્રિપાઠીએ સાથે જ લખ્યું’ તક મળી છે આ વિલક્ષણ વ્યક્તિને પડદા પર અભિવ્યક્ત કરવાની. ભાવુક છું. કૃતજ્ઞ છું.’ તમને જણાવી દઇએ કે કે અટલ બિહારી વાજપાયી પર આધારિત ‘મેં અટલ હૂ’ ફિલ્મમાં પંકજના સારા પાત્રને જાેવા માટે હજુ એક વર્ષ રાહ જાેવી પડશે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *