નવીદિલ્હી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અંગ્રેજી અખબારની કટિંગ પોસ્ટ કરી હતી અને કહ્યુ કે મોદી સરકારે આપણા લોકતંત્રની પ્રાથમિક સંસ્થાઓ, રાજ્યના નેતાઓ અને જનતાની જાસૂસી કરવા માટે પેગાસસ ખરીદ્યું છે. ફોન ટેપ કરીને શાસક પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયતંત્ર તમામને નિશાન બનાવ્યા છે, આ રાજદ્રોહ છે. આ સાથે તેણે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વીટ કર્યું કે, ‘મોદી સરકાર ભારતના દુશ્મનની જેમ કેમ વર્ત્યા અને માત્ર ભારતીય નાગરિકો વિરુદ્ધ જ યુદ્ધના શસ્ત્રોનો ઉપયોગ કર્યો ?’વધુમાં તેણે કહ્યુ, ‘ગેરકાયદેસર જાસૂસી માટે પેગાસસનો ઉપયોગ કરવો એ દેશદ્રોહ છે. કાયદાથી ઉપર કોઈ નથી. અમે સુનિશ્ચિત કરીશું કે ન્યાય થાય. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ કહ્યુ, ‘મોદી સરકારે ન્યૂયોર્ક ટાઈમ્સના ઘટસ્ફોટને નકારી કાઢવો જાેઈએ. ઇઝરાયેલની કંપની દ્ગર્જીં એ પેગાસસને ૩૦૦ કરોડમાં વેચ્યું. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે સરકારે સુપ્રીમ કોર્ટ અને સંસદને ગેરમાર્ગે દોર્યા છે. શું આ ‘વોટરગેટ’ છે ?’સંસદના બજેટ સત્ર પહેલા ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ જાસૂસી કેસ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પેગાસસની ખરીદીના ખુલાસા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે.