નવીદિલ્હી
સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકારે ૧.૬૪ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવાનો ર્નિણય કર્યો છે. આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં તેના પર મહોર લાગી છે. આ બેઠળ બે ર્નિણય લેવામાં આવ્યા છે. પ્રથમ તે કે બીએસએનએલને સંકટમાંથી બહાર કાઢવા પેકેજ જાહેર કરવામાં આવશે. આ સિવાય તે ૨૯૬૧૬ ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટી માટે કામ થશે, જ્યાં અત્યાર સુધી આ સુવિધા પહોંચી નથી. તે માટે ૨૬૩૧૬ કરોડ રૂપિયાનું સૈચુરેશન પેકેજ પણ નક્કી કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષે સ્વતંત્રતા દિવસ પર આ વચન આપ્યું હતું. કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કેબિનેટ બેઠકમાં બીએસએનએલ અને બીબીએનએલના વિલયને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે તેનાથી બંને કંપનીઓની આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને કામકાજ માટે તાલમેલ સુધારી શકાશે. આઈટી મિનિસ્ટરે જણાવ્યું કે દેશભરમાં મોબાઇલ કનેક્ટિવિટી વધારવા માટે ૧૯૭૨૨ ટાવર લગાવવામાં આવશે. તેવામાં તમામ ગામડામાં પણ ૪જી કવરેજ આપાવમાં આવશે, જ્યાં હજુ મોબાઇલ કનેક્ટિવિટીનો અભાવ છે. તેમણે કહ્યું કે સરકાર દેશના દરેક ભાગ સુધી મોબાઇલ કનેક્ટિવિટી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારે ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં એકવાર ફરીથી બીએસએનએલને સ્થાપિત કરવા માટે આ પગલું ભર્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં રિલાયન્સ જિયો અને વોડા-આઇડિયા તરફથી ઓછા ભાવમાં ૪જી સર્વિસ ઉપલબ્ધ કરાવવાને કારણે બીએસએનએલના માર્કેટ શેરમાં ઘટાડો થયો છે. સરકાર તરફથી બીએસએનએલ પર ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની લોનને ઓછા વ્યાજવાળા બોન્ડ્સ દ્વારા ચુકવવાનો પણ ર્નિણય કરવામાં આવ્યો છે. બીએસએનએલની સતત વધતી ખોટને લઈને સરકાર ચિંતિત રહી અને તેને બહાર કાઢવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે.
