Delhi

મોદી સરકાર માટે એક બાદ એક આવ્યા ૫ સારા સમાચાર

નવીદિલ્હી
ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચુકી ચે અને આ મહિનો કેન્દ્રની મોદી સરકાર માટે ૫ ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે. જે દુનિયામાં વધતા ખતરા વચ્ચે ભારતીય ઇકોનોમી દમદાર હોવાનો પૂરાવો આપી રહ્યાં છે. તેમાં ૫જી સ્પેક્ટ્રમની હરાજીથી લઈને જીએસટી કલેક્શન સામેલ છે. દેશમાં ૫જી સ્પેક્ટ્રમની હરાજી સોમવારે સમાપ્ત થઈ ગઈ છે. તેના દ્વારા રકરારને ૧.૫ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ મળી છે. ૨૬ જુલાઈથી હરાજીની શરૂઆત થઈ હતી. ૫જીની રેસમાં સૌથી આગળ ૮૮,૦૭૮ કરોડ રૂપિયા ખર્ચ કરી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો રહી. બીજા નંબર પર ભારતી એરટેલે ૪૩૦૮૪ કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર ૧૮૭૯૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વોડાફોન-આઈડિયા રહી છે. સરકાર માટે બીજા સારા સમાચારની વાત કરીએ તો તે ઈનકમ ટેક્સ રિટર્નથી સંબંધિત છે. પાછલા વર્ષે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ ઘણીવાર વધારવામાં આવી હતી અને ૩૧ ડિસેમ્બર સુધી લોકોને તક આપવામાં આવી હતી. આ તારીખમાં કુલ ૫.૮૯ કરોડ રિટર્ન ભરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે લાસ્ટ ડેટ વધાર્યા વગર ૫.૮૩ કરોડ આઈટીઆર ફાઈલ થયા છે. ખાસ વાત રહી કે રિટર્ન ભરવાની અંતિમ તારીખ પર એક દિવસમાં ૭૨.૪ લાખ આવકવેરા રિટર્ન ફાઈલ થયા. વસ્તુ તથા સેવા કર કલેક્શનના જુલાઈ મહિનાના આંકડા સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જુલાઈમાં જીએસટી કલેક્શન પાછલા વર્ષના સમાન સમયગાળાના મુકાબલે ૨૮ ટકા વધ્યું છે. પાછલા મહિને જીએસટી કલેક્શનથી સરકારના ખજાનામાં ૧,૪૮,૯૯૫ કરોડ રૂપિયા આવ્યા. જુલાઈ ૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧,૧૬,૩૯૩ કરોડ રૂપિયા રહ્યું હતું. જૂન ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧,૪૪,૬૧૬ કરોડ રૂપિયા રહ્યું હતું. ચોથા ગૂડ ન્યૂઝની વાત કરીએ તો ભારતમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ જુલાઈમાં ૮ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ. ઓગસ્ટના પ્રથમ દિવસે જારી સર્વેક્ષણ અનુસાર કારોબારી ઓર્ડરમાં આવેલી તેજીની અસર પીએમઆઈ પર પડી છે. વિનિર્માણ ખરીદ મેનેજમેન્ટ સૂચકાંક જૂનમાં ૫૩.૯થી વધી જુલાઈમાં ૫૬.૪ થઈ ગયો. આ સૂચકાંકનું ૫૦થી ઉપર રહેવું સંબંધિત ક્ષેત્રમાં વિસ્તાર દર્શાવે છે. જ્યારે ૫૦થી નીચે મંદીનો સંકેત છે. પાંચમી ગુડ ન્યૂઝ સરકારને ખુબ રાહત આપનારી છે. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરના મુકાબલે સતત તૂટી રહેલા ભારતીય રૂપિયા પર બ્રેક લાગી છે. પાછલા કારોબારી દિવસે રૂપિયો ૨૩ પૈસાની તેજીની સાથે ૭૯.૦૬ પર બંધ થયો હતો. આ સાથે છેલ્લા ત્રણ સપ્તાહથી ભારતીય શેર બજારમાં તેજી દેશની ઇકોનોમી માટે સારા સમાચાર છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *