Delhi

યાસિન મલિકની સજા બાદ કાશ્મીરમાં હાઈ એલર્ટ

નવીદિલ્હી
અલગાવવાદી નેતા યાસિન મલિકને બુધવારે સજાની જાહેરાત થઈ. અગાઉ યાસિન મલિકે સુનાવણી દરમિયાન પોતે કબૂલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. યાસિન પ્રતિબંધિત જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (ત્નદ્ભન્હ્લ) નો ચીફ છે. યાસિન મલિકને સજા જાહેર થતા પાકિસ્તાનને પણ પેટમાં દુખ્યું છે. પાક પીએમએ તો તમામ દેશોને અપીલ પણ કરી નાખી કે તેઓ મોદી સરકારના આ પગલાનો વિરોધ કરે. તેમણે એક ટ્‌વીટમાં એમ પણ કહ્યું કે દુનિયાએ ભારતના જમ્મુ કાશ્મીરમાં રાજકીય કેદીઓ સાથે સરકારના દુર્વ્યવહાર પર ધ્યાન આપવું જાેઈએ. યાસિન મલિકને આજીવન કેદની સાથે સાથે કોર્ટે ૧૦ લાખનો દંડ પણ ફટકાર્યો છે. જાે કે એનઆઈએ દ્વારા તો યાસિન મલિકને ફાંસીની સજા આપવાની માંગણી કરાઈ હતી. સજાની જાહેરાત બાદ દિલ્હીમાં પણ હાઈ અલર્ટ રાખવામાં આવ્યો છે. યાસિન મલિકને તિહાડ જેલની ૭ નંબરની બેરકમાં રાખવામાં આવ્યો છે જે સીસીટીવીની નિગરાણીમાં રહેશે. કોર્ટે જેવી સજાની જાહેરાત કરી કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની બહાર ભેગા થયેલા લોકોએ ખુશી વ્યક્ત કરતા મીઠાઈ વહેંચી. જ્યારે શ્રીનગરમાં મેસુમા વિસ્તારમાં યાસિનના ઘરની બહાર મલિકના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરબાજીના બનાવો પણ બન્યા જેને કારણે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. દ્ગૈંછ ની સ્પેશિયલ કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારી છે. જેને પગલે હાલ જમ્મુ અને કાશ્મીરમાં વાતાવરણ તંગ છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તેની અસર જાેવા મળી છે. પાકિસ્તાને ખુલીને મલિકને સપોર્ટ જાહેર કરેલો છે. યાસિન મલિકને સજા જાહેર થતા હવે કાશ્મીરમાં વાતાવરણ ન ડહોળાય તે માટે સુરક્ષા કારણોસર તમામ સશસ્ત્ર દળોના જવાનોની રજાઓ રદ કરાઈ છે અને સેના અલર્ટ મોડ પર છે. સુરક્ષા એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન તરફથી એકવાર ફરીથી ૨૦૧૬ની જેમ ઘાટીમાં વાતાવરણ ડહોળવાની કોશિશ થઈ શકે છે. ઉપદ્રવીઓ પર બાજ નજર રાખી તેમને અટકમાં લેવાના પણ આદેશ અપાયેલા છે.

India-Army-on-high-alert-in-Kashmir-after-Yasin-Malik-sentenced-to-life-imprisonment.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *