Delhi

યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતોને કારણે પેટ્રોલ-ડિઝલમાં વધારો

નવીદિલ્હી
ઈંધણના ભાવ દિવસેને દિવસે નિયંત્રણની બહાર થઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો થયો છે. આ પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. શનિવારે (૨૬ માર્ચ) પણ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦ પૈસાનો વધારો થયો છે. આ રીતે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ ૩ રૂપિયા ૨૦ પૈસાનો વધારો થયો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં ૮૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૮૫ પૈસાનો વધારો થયો છે. આ રીતે શનિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૨.૫૧ રૂપિયા પ્રતિ લિટરથી વધીને ૧૧૩.૩૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. એ જ રીતે ડીઝલની કિંમત ૯૬.૭૦ રૂપિયાથી વધીને ૯૭.૫૫ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દિલ્હીની વાતને બાજુએ મૂકીએ તો લગભગ તમામ મહાનગરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૮.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ જંગી વધારાને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર ઘણો બોજ વધી ગયો છે. ચાર મહિના સુધી સ્થિર રહ્યા બાદ મંગળવારે ફરી ઈંધણના ભાવ વધવા લાગ્યા. પેટ્રોલ અને ડીઝલના આ સતત વધી રહેલા ભાવનું કારણ શું છે? આ પ્રશ્ન કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને પૂછવામાં આવ્યો હતો અને નીતિન ગડકરીએ આનો જવાબ આપ્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં ૮૦ ટકા તેલની આયાત થાય છે. આ સમયે રશિયા અને યુક્રેનનું યુદ્ધ (રશિયા યુક્રેન યુદ્ધ) ચાલી રહ્યું છે. આ યુદ્ધ ઘણા દેશોને અસર કરી રહ્યું છે. યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતોને કારણે અમે કંઈ કરી શકતા નથી. ૧૯ માર્ચ, ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧૦,૬૦,૭૦૭ ઈલેક્ટ્રીક વાહનો નોંધાયા હતા. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી. એક પ્રશ્નના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું, ‘ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો અનુસાર ૨૧ માર્ચ, ૨૦૨૨ સુધી દેશમાં ૧,૭૪૨ જાહેર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. દેશના મહત્વના હાઈવે પર ૫ કિલોમીટરના અંતરે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ જ કારણ છે કે લોકોમાં ઈલેક્ટ્રિક વાહનોને લઈને ઘણી ઉત્સુકતા જાેવા મળી રહી છે. તેના પ્રચાર માટે સરકાર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Russia-Ukraine-War-Symbolic-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *