ન્યુદિલ્હી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો અત્યાર સુધીના રુઝાનથછી સ્પષ્ટ થઈ રહ્યા છે કે, આ વખતે પણ યુપીમાં બીજેપી બહુમતી સાથે સરકાર બનાવે છે. સીએમ યોગી આદિત્યનાથ ફરી એક વાર પાંચ વર્ષ માટે સત્તા પર કબજાે કરવાના છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામની અસર દેશમાં તો જાેવા મળી જ રહી છે પરંતુ સાથે સાથે પાકિસ્તાનની પણ આ પરિણામો પર નજર છે. ચૂંટણી પરિણામોના રુઝાનમાં યુપીમાં યોગી આદિત્ય ફરી સત્તા પર આવતા પાકિસ્તાનથી પણ ઘણી પ્રતીક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાનના રાજકિય વિશ્લેષણ મોશરફ જૈદીએ કહ્યું છે કે, યુપીમાં યોગી આદિત્યનાથ પરત આવી રહ્યા છે, તેથી હવે એ વાત નક્કી છે કે, ભારતની દિશા હવે બદલાવાની નથી. તેમણે તેમના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટથી કરેલી ટિ્વટમાં લખ્યું છે કે, યુપીમાં યોગી આદિત્યનાથની જીતથી એક વાત નક્કી છે કે, ભારત હવે તેમનો હિન્દુત્વવાદીનો રસ્તો બદલવાનું નથી. આગામી દિવસોમાં સ્થિતિ વધારે ખરાબ થશે. ઘણાં લોકો આ વિશે પહેલેથી ચેતવણી આપી રહ્યા છે. પાકિસ્તાને ૨૦૧૯ પછીના ભારતની સરખામણીએ વધુ દુસાહસી ભારત સાથે લડવા માટે તૈયાર રહેવું જાેઈએ. વકાસ અહમદ નામના એક યુઝરે લખ્યું છે કે, વધુ એક સમસ્યા છે. જાે જાતિવાદ વધશે તો તે દક્ષિણ અશિયાના બાકીના હિસ્સાઓમાં ફેલાશે. અમે તાજેતરમાં જ જાેયુ છે કે, કેવી રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કેસ ચાલ્યો હતો. આ બધી જગ્યાએ ફેલાઈ જશે અને અલ્પસંખ્યકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે. હમ નામના પાકિસ્તાના એક ટિ્વટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે, ફાસીવાદનું જીવન વધારે સમય સુધી નથી હોતું. શાવૈજ ખાન નામના એક યુઝરે લખ્યું છે કે, એ ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે, મોહમ્મદ અલી ઝીના એક દૂરદર્શી નેતા હતા. તેઓ આ બધુ જાેઈ શકતા હતા. અલ્લાહનો આભાર કે અમારી પાસે પાકિસ્તાન છે અને અમારે આ લોકોના શાસનમાં નથી રહેવું પડતું. ફિટાડો નામના પાકિસ્તાની ટિ્વટર હેન્ડલ પરથી ટિ્વટ કરવામાં આવ્યું છે કે, યુપી ચૂંટણીમાં બીજેપીની જબરજસ્ત જી પછી મુસ્લીમ વિરોધી યોગી આદિત્યનાથે નરેન્દ્ર મોદીના સંભવિત ઉત્તરાધિકારી તરીકે તેમની સ્થિતિ મજબૂત કરી લીધી છે.