નવીદિલ્હી
ઈઝરાયલના વડાપ્રધાન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના વિદેશ મંત્રીના નિવેદન પર નિરાશા વ્યક્ત કરી છે. વડાપ્રધાન તેમની માફી સ્વીકારે છે અને યહૂદી લોકોની ભાવનાઓને માન આપવા બદલ તેમનો આભાર માને છે. પુતિન અને નફ્તાલી બેનેટ વચ્ચે વાતચીત થઈ હતી. ક્ષિણ યુક્રેનના બંદર શહેર મારીયોપોલમાં ઘેરાયેલા સ્ટીલ પ્લાન્ટના નાગરિકોને બહાર કાઢવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. પુતિને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસના અવસર પર ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટને પણ અભિનંદન પાઠવ્યા હતા. નફ્તાલી બેનેટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, પુતિને સંયુક્ત રાષ્ટ્ર અને રેડ ક્રોસ માનવતાવાદી કોરિડોર દ્વારા નાગરિકો અને ઘાયલ નાગરિકોને બહાર કાઢવાની મંજૂરી આપવાનું વચન પણ આપ્યું હતું. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીની તુલના હિટલર સાથે કરી હતી. લવરોવે કહ્યું કે જ્યારે તે કહે છે કે જાે આપણે યહૂદી છીએ તો નાઝીવાદ કેવી રીતે હોઈ શકે? મારી દૃષ્ટિએ હિટલર પણ યહૂદી હતો એટલે એનો કોઈ અર્થ નથી. તેણે કહ્યું કે હિટલર પાસે નાઝીઓનું લોહી હતું, જેના કારણે ઘણી નફરત હતી. ઝેલેન્સકી પણ એક યહૂદી છે અને તે તે જ કરી રહ્યાં છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના નિવેદન બાદ ઈઝરાયેલે તીખી પ્રતિક્રિયા આપી હતી. જે બાદ યુક્રેન-રશિયા યુદ્ધમાં ઈઝરાયેલની મધ્યસ્થી પર સવાલો ઉભા થયા હતા. ઈઝરાયેલના વિદેશ મંત્રી યાયર લેપિડે નિવેદનને ઐતિહાસિક ભૂલ ગણાવી અને વિદેશ મંત્રી પાસેથી માફી માંગવાની માંગ કરી. આ સિવાય ઈઝરાયેલે પણ રશિયન રાજદૂતને બદલાવી વિરોધ દર્શાવ્યો હતો.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટની રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવની ટિપ્પણી બદલ માફી માંગી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે જર્મન તાનાશાહ હિટલરને યહૂદી મૂળના કહ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
