નવીદિલ્હી
કાચા માલમાં ૪૬ થી ૧૫૦ ટકાનો વધારો થતાં કામ બંધ કરવામાં આવ્યું છે. તેમજ તંત્ર દ્વારા સમયસર નાણા ન ચૂકવાયાનો પણ આક્ષેપ બિલ્ડરો દ્વારા કરાયો છે. જેના કારણે રાજ્યમાં આવાસ યોજનાના ૧.૫૦ લાખ મકાન તો અમદાવાદમાં ૨૫ હજાર મકાનોનું કામ અધુરું છે. તો સમગ્ર મુદ્દે પિન્ટુ પટેલ નામના કોન્ટ્રાક્ટરે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ટેન્ડરો ૨૦૧૯ ના હતા. તો કોરોના મહામારી પછી બાંધકામમાં વપરાતા મટીરીયલમાં ૪૬ ટકાથી લઈને ૧૫૦ ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે આખા પ્રોજેક્ટ પર ભારણ વધ્યું છે. અને આ કારણે આ બાંધકામ પુરા કરવા અશક્ય થઇ રહ્યું છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ૨૦૨૨માં મકાન મળી શકશે નહીં. જી હા ગુજરાતમાં ઁસ્ આવાસ યોજનાના તમામ લાભાર્થીઓનું ૨૦૨૨ માં મકાન મેળવવાનું સપનું રોળાશે. કારણકે, ૨૦૧૯ ની આવાસ યોજનાનું કામ કરનારા કોન્ટ્રાકટોએ કામ બંધ કરી દીધું છે.