Delhi

રાજસ્થાનના મુખ્યમંત્રીના સલાહકાર અને ધારાસભ્યનો વિડીયો થયો વાઈરલ ‘સભા’માં સૂઈ ગયા ‘સરકાર’ના સલાહકાર! નસકોરા બોલાવતો વીડિયો થયો વાયરલ

નવીદિલ્હી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને ધારાસભ્ય સંયમ લોઢા હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે સરકારના ૪ વર્ષ પૂરા થયા છે. સંયમ લોઢાએ મીટિંગમાં કંઈક એવું કર્યું જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સરકારના ૪ વર્ષ પૂર્ણ થવા પર જિલ્લા મુખ્યાલયમાં ચાલી રહેલી બેઠકમાં સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા નસકોરા લેતા જાેવા મળ્યા હતા. સંયમ લોઢાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિરોહી જિલ્લાના પ્રભારી મંત્રી મહેન્દ્ર ચૌધરી સરકારના ૪ વર્ષ પૂર્ણ થવા દરમિયાન મળેલી ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. આ દરમિયાન સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા નસકોરાં લઈ રહ્યા હતા. મીટિંગમાં હાજર એક યુવકે વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સીએમ ગેહલોતના સલાહકાર અને ધારાસભ્ય સંયમ લોઢા સિરોહી જિલ્લાના પ્રભારી મંત્રી મહેન્દ્ર ચૌધરી અને અધિકારીઓ સાથે સરકારના ૪ વર્ષ પૂરા થવાના અવસર પર સરકારના વિકાસ કાર્યો જણાવી રહ્યા હતા. આ દરમિયાન સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા પ્રભારી મંત્રીની ખુરશીની બાજુની ખુરશી પર બેઠા હતા અને સૂઈ ગયા હતા. તેમણે સભાની વચ્ચે નસકોરા મારવાનું શરૂ કર્યું. વિધાનસભ્ય સંયમ લોઢાને પ્રભારી મંત્રીએ ઊંઘમાંથી જગાડ્યા ત્યાં સુધીમાં તેમનો વીડિયો બની ગયો હતો.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *