નવીદિલ્હી
સચિન પાટલટે સોનિયા અને પ્રિયંકા ગાંધીને સ્પષ્ટ કહી દીધું છે કે રાજસ્થાન પણ પંજાબની જેમ ખરાબ રીતે હારી શકે છે. પંજાબમાં અંતિમ સમયમાં કેપ્ટન અમરિંદર સિંહના સ્થાને ચરણજીત સિંહ ચન્નીની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. રાજસ્થાનમાં ડિસેમ્બર ૨૦૨૩માં ચૂંટણી થવાની છે. આવામાં સચિને પાયલટે પોતાની વાત પાર્ટીના પ્રમુખ સામે રાખી છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા પાયલટે જ્યારે સીએમ પદ માટે પોતાની દાવેદારી કરી હતી તો તેમને ૧૮ ધારાસભ્યોનો સાથ મળ્યો હતો. પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાના ધારાસભ્યોને લઇને રિસોર્ટમાં રહેવું પડ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં ૧૩-૧૫ મે ના રોજ ચિંતન શિવિર બેઠક સુધી ર્નિણયને ટાળી દેવામાં આવ્યો છે. રાજ્યમાં થયેલા પરાજય પછી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મોટા પગલામાંથી એક આ બેઠકમાં પુરી રીતે મુખ્યમંત્રી અશોક ગેહલોતનો મુદ્દો છવાયેલો રહેશે. કોંગ્રેસ પાર્ટી માટે ચિંતાનો સમય છે. બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાબિત કરી ચૂક્યા છે કે તે સત્તામાં બન્યા રહેવા માટે બધું જ કરી શકે છે. તેમને રાજસ્થાનના પાર્ટી અધ્યક્ષનું તો બીજી તરફ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન છે. દિલ્હી જતા સમયે પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટ કહ્યું હતું કે મારું રાજીનામું હંમેશા સોનિયા ગાંધી પાસે રહેશે. આ વખતે સચિન પાયલટ પણ તક ખોવા માંગતા નથી. સૂત્રોએ જણાવ્યું કે પાયલટે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખની પદ ઓફર ફગાવી ચૂક્યા છે. તેમને જીદ છે કે તેમને પાર્ટી મોડું કર્યા વગર સીએમ બનાવે.રાજસ્થાનના કોંગ્રેસ નેતા સચિન પાયલટે પાર્ટીને નવી ચિંતામાં મુકી દીધા છે. પાયલટે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે થોડાક સપ્તાહમાં ૩ બેઠક કરી છે. સચિન પાયલટે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી મોડું કર્યા વગર તેને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવે. એનડીટીવીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે સચિન આખા એક વર્ષ માટે મુખ્યમંત્રી બનવા માંગે છે જેથી એ સુનિશ્ચિત થાય કે પાર્ટીમાં સત્તામાં પરત ફરી શકે.