Delhi

રાજસ્થાનમાં સાસુનું દિલ જમાઈ પર આવી ગયું બાદમાં બંનેએ આત્મહત્યા કરી

નવીદિલ્હી
પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના પ્રકરણે લોકોને હચમચાવી દીધા છે. સંબંધોમાં વણસેલી આ ઘટનામાં ૪૦ વર્ષની મહિલાએ તેના ૨૫ વર્ષના જમાઈ સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારીને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. બાડમેર ગ્રામીણ પોલીસ અધિકારી પરબત સિંહના જણાવ્યા અનુસાર સામૂહિક આત્મહત્યાની આ ભયાનક ઘટના સોમવારે મોડી રાત્રે લંગેરા ફંટા વિસ્તાર પાસે બની હતી. ત્યાં સાસુ અને જમાઈએ ગળેફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના મંગળવારે સવારે પ્રકાશમાં આવી જ્યારે બાડમેર-રામસર રોડ પરથી પસાર થઈ રહેલા ડ્રાઈવરોએ મૃતદેહો લટકતા જાેયા. આપઘાત અંગે ગ્રામજનોએ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી. આ દરમિયાન ગ્રામજનોની ભારે ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. ગ્રામ્ય પોલીસ પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહની ઓળખ કરી હતી. બંનેએ ખીજડાના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જમાઈના લગ્ન લગભગ ૧ વર્ષ પહેલા જ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એવું સામે આવ્યું છે કે બંનેએ પ્રેમ પ્રકરણના કારણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ બંને મૃતકોના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહી છે. સંબંધીઓ આવ્યા બાદ તેમના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત બાડમેર જિલ્લો હવે સુસાઈડ કેપિટલ બની રહ્યો છે. અહીં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આપધાતના વધતા બનાવોને લઈને પોલીસ પ્રશાસન પણ ખૂબ જ ચિંતિત છે. પ્રેમ પ્રકરણના કારણે આપઘાતના કિસ્સા પણ આ વિસ્તારમાં વધી રહ્યા છે. સંબંધોને શરમાવે તેવા પ્રેમ પ્રકરણના અનેક કિસ્સાઓ આ ગામ અને આસપાસમાં સામે આવ્યા છે.કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ રંગ, રૂપ, ઉંમર, જાતિ, ધર્મ કે કોઈપણ ભેદભાવ જાેતો નથી, બસ લાગણીવશ પ્રેમ થઈ જાય છે. રાજસ્થાનમાંથી પણ આ પ્રકારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પ્રેમ-પ્રસંગનો અનેરો કિસ્સો જાેવા મળ્યો છે. જેમાં સાસુને ૧૫ વર્ષ નાના જમાઈ સાથે પ્રેમ થઈ ગયો અને બંને સાથે ન રહી શકતા અંતે પોતાનો જીવ ત્યજી દીધો હતો.

file-02-page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *