નવીદિલ્હી
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના તે નિવેદનને લઈને આજે પણ કોંગ્રેસ પાર્ટીની ટીકા થતી રહે છે. તેવામાં લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. અધીર રંજન ચૌધરીના ટિ્વટર એકાઉન્ટ પરથી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમની તસવીર સાથે તેમનું નિવેદન- જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી હલે છે’ ટ્વીટ કરવામાં આવ્યુ હતું. આ ટ્વીટ બાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. હવે આ મામલે અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે આ ટ્વીટ તેમણે કર્યુ નથી. લોકસભામાં વિપક્ષ નેતાએ કહ્યુ કે, મારૂ ટિ્વટર એકાઉન્ટ હેક થયું હતું. આ વિવાદીત ટ્વીટ ડિલીટ થયા બાદ ચૌધરીએ બીજુ ટ્વીટ કરીને લખ્યુ- વિકાસનો મતલબ કારખાના, ડેમો અને રસ્તા નથી. વિકાસનો મતલબ લોકો સાથે છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ- મારા વિરોધીઓ દ્વારા મારી વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું તે ટ્વીટનું ખંડન કરુ છું. જે લોકો મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યાં છે, હું તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. ત્યારે લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ એક ટ્વીટ કર્યુ, ત્યારબાદ તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા સમય બાદ તે ટ્વીટ ડિલીટ થઈ ગયું હતું. હકીકતમાં આ ટ્વીટમાં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ૧૯૮૪માં થયેલી શીખ રમખાણો બાદ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના તે નિવેદનનો ઉલ્લેખ હતો કે જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી હલે છે.


