નવીદિલ્હી
દેશના ૪ રાજ્યોની ૧૬ રાજ્યસભા સીટો પર ગત શુક્રવારે મતદાન થયું હતું. આ સીટો પર મતની ગણતરી બાદ રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ અને ભાજપને એક સીટ પર જીત મળી છે. તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપે ત્રણ સીટ પર જીત નોંધાવી છે, તો બીજી તરફ કોંગ્રેસના ખાતામાં ફક્ત એક સીટ આવી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતની ગણતરીને લઇને પેંચ ફસાયો હતો. જાેકે ચૂંટણી પંચના આદેશ બાદ મોડી રાત્રે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. ૧૫ રાજ્યોની ૫૭ રાજ્યસભા સીટો ખાલી થઇ છે. તેમાં ૪૧ પર ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં તમામ ૪૧ ઉમેદવારોને ગત શુક્રવારે નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા હતા.
