Delhi

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મારશે બાજી?

નવીદિલ્હી
દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ વખતે એનડીએએ દ્રોપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે યશવંત સિન્હા વિપક્ષના ઉમેદવાર છે. રાજ્યોની વિધાનસભા અને સંસદ ભવનમાં મતદાન થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ ૪૮૦૦ મતદાતા (સાંસદ અને ધારાસભ્ય) વોટિંગ કરશે. ૨૧ જુલાઇએ પરિણામ જાહેર થશે. ત્યારે ખબર પડશે કે દેશના ૧૫માં રાષ્ટ્રપતિ કોણ બનશે. ૨૪ જુલાઇના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. નવા રાષ્ટ્રપતિ ૨૫ જુલાઇના રોજ શપથ લેશે. એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ પાસે નાની-મોટી કુલ ૨૭ પાર્ટીઓનું સમર્થન છે. તેમના સમર્થનમાં એનડીએની સાથે ના હોય તેવા દળો પણ આવ્યા છે. જેમને યશવંત સિન્હાના સમર્થક માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટીના સહયોગી દળ સુભાસપાના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર સિવાય નિષાદ પાર્ટી અને અપના દળ (એસ), બસપા અને રાજા ભૈયાની પાર્ટી દ્રોપદી મુર્મૂને સમર્થન આપી રહ્યા છે. શિવપાલ સિંહ યાદવ પણ મુર્મૂના પક્ષમાં વોટ કરશે. આ સિવાય એનડીએના ઉમેદવારને જેડીયૂ, એલજેપી, એજીપી, બીજૂ જનતા દળ, વાઇએસઆર કોંગ્રેસ, ટીડીપી, જનતા દળ (એસ), શિરોમણી અકાલી દળ, જેએમએમ, યૂડીપી, શિવસેના, પીએમકે, એઆઈએનઆર કોંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, એઆઈડીએમકે, આઈપીએફટી, યૂપીપીએલ, રિપબ્લિકન પાર્ટી ઓફ આઠવલે, એનપીપી, એનપીએફ, એમએનએફ, એનડીપીપી અને એસકેએમનું સમર્થન છે. તેમના સમર્થનમાં જે રીતે વિપક્ષી દળો છે તે જાેતા ૬.૬૫ લાખ મૂલ્યથી વધારે વોટ મળવાની સંભાવના છે. વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને અત્યાર સુધી કોંગ્રેસ, એનસીપી, ટીએમસી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ (એમ), આરએલડી, આરએસપી, આમ આદમી પાર્ટી, ટીઆરએસ, ડીએમકે, નેશનલ કોન્ફેસ, ભાકપા, કેરલ કોંગ્રેસ (એમ) જેવા દળ સમર્થન કરે છે. વિપક્ષના ઉમેદવાર પાસે અત્યાર સુધી ૩ લાખ ૮૯ હજાર મૂલ્યના વોટ છે. દ્રોપદીનું મુર્મૂને જે રીતે સમર્થન મળી રહ્યું છે તે જાેતા તેમનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. જાે દ્રોપદી મુર્મૂ આ ચૂંટણીમાં જીત મેળવશે તો તે દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનશે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *