નવીદિલ્હી
રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના શેરનું લિસ્ટિંગ અપેક્ષા પ્રમાણે જ થયું છે. કારણ કે તેનું સબ્સક્રિપ્શન સારું રહ્યું ન હતું. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ અને રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો ખૂબ ઓછો ભરાયો હતો. જાેકે, ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સની ખરીદીને પગલે ઇશ્યૂને થોડું સમર્થન મળ્યું હતું. ઇશ્યૂ ૨૭ એપ્રિના રોજ ખુલ્યો હતો અને ૨૯મી એપ્રિલના રોજ બંધ થયો હતો. રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરે ૧,૫૮૧ કરોડ રૂપિયાનો ઇશ્યૂ બહાર પાડ્યો હતો. કંપની આઈપીઓથી મળનારી રકમમાંથી ૨૮૦ કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. આ ઉપરાંત નવી હૉસ્પિટલના સેટઅપ માટે રકમ ખર્ચ કરશે. બાકીના ૧૩૦૦.૮ કરોડ રૂપિયા શેર હોલ્ડર્સ પાસે જશે. સવારે ૧૧ઃ ૨૩ વાગ્યે દ્ગજીઈ પર રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરનો શેર આશરે ૫૭ રૂપિયા ઘટીને ૪૮૫ રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે લિસ્ટિંગ બાદ કંપનીના શેરની કિંમતમાં ઘટાડો થયો છે. એલઆઈસીનો આઈપીઓ (ન્ૈંઝ્ર ૈંર્ઁં) અંતિમ દિવસ સુધી એટલે કે ૯ મે સુધી ત્રણ ગણો (૨.૯૩ ગણો) ભરાયો છે. હવે રોકાણકારોની નજર બે વાત પર રહેશે. રોકાણકારો એવું જાણવા ઉત્સુક હશે કે તેમને શેર લાગે છે કે નહીં. બીજું કે ૧૭મી તારીખે આઈપીઓનું લિસ્ટિંગ કેવું રહે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેર બજારના નબળા સેન્ટિમેન્ટને પગલે એલઆઈસીનો આઈપીઓ વધારે પ્રીમિયમ સાથે લિસ્ટ થવાની સંભાવના નથી. જાેકે, આઈપીઓનું લિસ્ટિંગ ૧૦-૧૫ ટકાના પ્રીમિયમ પર થશે તેવી આશા ચોક્કસ રાખી શકાય. આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે ગ્રે માર્કેટમાં હાલ એલઆસીના એક શેર પર ત્રણ ટકા પ્રીમિયમ ચાલી રહ્યું છે. એટલે કે એલઆઈસીના એક શેર પર ૩૦ રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે. એ રીતે એલઆઈસીનો એક શેર અનલિસ્ટેડ માર્કેટમાં ૯૭૯ (૯૪૯ ૩૦) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈપીઓ લોંચ થયા બાદ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.મલ્ટી સ્પેશિયાલિટી તેમજ ગાયનેકોલૉજી હૉસ્પિટલ ચેન ઑપરેટર રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના શેરનું આજે મ્જીઈ અને દ્ગજીઈ પર નબળું લિસ્ટિંગ થયું હતું. કંપનીનો શેર ઇશ્યૂ કિંમતથી ૬ ટકા નીચે ૫૦૬ રૂપિયા પર લિસ્ટ થયો હતો. રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરનો શેર દ્ગજીઈ પર ૫૦૨ રૂપિયા પર ખુલ્યો હતો અને દ્ગજીઈ પર શેર ૫૧૦ રૂપિયા પર લિસ્ટ થયો હતો. જાેકે, લિસ્ટિંગ બાદ પણ શેરની કિંમતમાં ઘટાડો આવ્યો હતો.
