નવીદિલ્હી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સોમવારે ખુલેલા ઉત્તર ભારતના સૌથી મોટા લુલુ મોલમાં એક મોટો દૂર્ઘટના ટળી હતી. મોલ બે દિવસ પહેલા જ ખુલ્યો છે અને મોલના એસ્કેલેટરથી ઉતરતી વખતે એક માસૂમનો હાથ ફસાઈ ગયો હતો. જેથી થોડી વાર માટે તો લોકોએ બૂમ-બરાડા કરી મૂક્યા હતા. બાળકનો હાથ ફસાવવાના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તાત્કાલિક મેનજેમેન્ટ અને કર્મચારીઓએ એસ્કેલેટરને બંધ કરાવીને બાળકનો હાથ બહાર કાઢ્યો હતો. તે પછી ઘટના સ્થળે જ બાળકના હાથમાં થયેલી ઈજા પર ડ્રેસિંગ કરીને બાળકને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તે જગ્યા પર ભીડ જમા થઈ ગઈ અને લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા. પાછળથી લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ‘લુલુ મોલ’નો શુભારંભ કર્યો. યૂપીના સૌથી મોટા મોલ લખનઉવાસીઓ અને અન્ય લોકો માટે સોમવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, દૂબઈની કંપની લુલુએ મોલનો નિર્માણ કરાવ્યું છે. લુલુ મોલ નેશનલ હાઈવે ૨૭ પર છે, જે લખનઉ-સુલ્તાનપુર નેશનલ હાઈવે પર છે. આ મોલમાં લોકોને વિશ્વસ્તરિય શોપિંગનો અનુભવ મળશે. ૨૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ મોલ ૨૨ લાખ વર્ગફૂટના વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી કેરલના કોચ્ચીમાં સૌથી મોટો મોલ હતો પરંતુ હવે લખનઉનો આ મોલ તેનાથી પણ મોટો બનાવવામાં આવ્યો છે. આ મોલ સુશાંત ગોલ્ફ સિટી, શહીદ પથ પર સ્થિર છે જણાવી દઈએ કે, ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન મોટા રોકાણના રૂપમાં આને ઉત્તર પ્રદેશમાં લાવવાની જાહેરાત કરી હતી.

