Delhi

લખનઉના સિનેમા હોલમાં મફતમાં ફિલ્મો જાેવા મળશે

નવીદિલ્હી
સ્વંત્રતા દિવસના અવસર પર ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં મફતમાં ફિલ્મો બતાવવામાં આવશે. જેના માટે લખનઉ જિલ્લાધિકારીએ નિર્દેશ આપ્યા છે. આ અંતગર્ત રાજધાનીમાં ડઝનો મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવશે. જિલ્લાધિકારી કાર્યાલય દ્વારા મલ્ટીપ્લેક્સ સિનેમા હોલના નામે જાહેર કર્યા છે. આ સાથે જ તે સિનેમા હોલના નંબર સાથે જે ફિલ્મો બતાવવામાં આવશે તેમના નામ આપવામાં આવ્યા છે. જિલ્લાધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે કે ”રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ ૨૦૨૨ પર ગત વર્ષોની માફક આ વર્ષે પણ જનપદમાં સંચાલિત મલ્ટીપ્લેક્સમાં દેશભક્તિ ફિલ્મોનું નિઃશુલ્ક પ્રદર્શન કરવામાં આવશે. ઉક્ત ક્રમમાં જનપદના મલ્ટીપ્લેક્સમાં જન સામાન્ય હેતુ હિન્દી ફીચર ફિલ્મનું નિઃશુલ્ક પ્રદર્શન પ્રથમ-આગત-પ્રથમ-આવતના આધારે કરવામાં આવશે.’ જિલ્લાધિકારીના આદેશ બાદ મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં મફતમાં દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં કૃષ્ણા કાર્નિદાલ (આલમબાગ) સિનેમા હોલમાં ‘મેચ ઓફ લાઇફ” બતાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય તમામ સિનેમા હોલમાં રોકેટરી ફિલ્મ બતાવવામાં આવશે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *