નવીદિલ્હી
લખનઉના જાનકીપુરમ વિસ્તાર ક્ષેત્રમાં રહેતા શૈલેન્દ્ર કુમારે પોતાના પરિવાર સાથે ઝેર ખાઇને આત્મહત્યા કરી હતી. શૈલેન્દ્ર કુમાર નલકૂપ વિભાગમાં જૂનિયર એન્જીનિયરના પદ પર તૈનાત હતા. તેમના પાડોશી લવ કુશના મતે ઝેર ખાધા પછી જ્યારે અમને લોકોને ખબર પડી તો અમે દરવાજાે કુદીને અંદર ગયા હતા. જ્યાં બધા તડપી રહ્યા હતા. લવ કુશે કહ્યું કે બધા ઘરની ગેલેરીમાં જમીન પર તડપી રહ્યા હતા. જ્યારે અમે તેમને ઉઠાવીને હોસ્પિટલ લઇ જવા લાગ્યા તો તે ના પાડવા લાગ્યા હતા. હોસ્પિટલ નથી જવું છોડી દો છોડી દો કહેવા લાગ્યા હતા. જે સાંભળીને અમે બધા લોકો ચોંકી ગયા હતા કે આખરે કેમ હોસ્પિટલ જવા માંગતા નથી. જાેકે અમે હોસ્પિટલ લઇને ગયા હતા જ્યાં તેમના મોત થયા હતા. જાણકારી પ્રમાણે મૃતક શૈલેન્દ્રએ પોતાના ફોનથી ઓફિસના કોઇ વ્યક્તિને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હવે જીવી શકશે નહીંજાણકારી પ્રમાણે મૃતક શૈલેન્દ્રએ પોતાના ફોનથી ઓફિસના કોઇ વ્યક્તિને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હવે જીવી શકશે નહીં. અમે કેક મંગાવીને જન્મ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ. ઓફિસના વ્યક્તિએ ૧૧૨ પર ફોન કરીને પોલીસને મોકલી હતી પણ ત્યાં સુધી મોડુ થઇ ગયું હતું. આ મામલે પોલીસને તપાસ દરમિયાન માહિતી સામે આવી કે પરિવારને આત્મહત્યા માટે ઉપસાવવામાં આવ્યા હતા. પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. તેના આધારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશના લખનઉમાં નલકૂપના જેઇ શેલેન્દ્ર કુમારે પોતાની પત્ની અને પુત્રી સાથે આત્મહત્યા કરવાના મામલે વધુ એક ખુલાસો થયો છે. આત્મહત્યા દરમિયાન શૈલેન્દ્રએ ઘરમાં કેક કાપી હતી અને બધાને ખવડાવી હતી. આટલું જ નહીં કેક ખવડાવતા સમયે જેઇ શૈલેન્દ્ર કુમારે કહ્યું હતું કે હવે બધાને આગામી જન્મ દિવસ મુબારક.
